અમરેલી તાલુકા વિકાસ અધિકારી ની ખોટી સહી ઓથી જાતિ પ્રમાણ પત્ર ઇસ્યુ અંગે સરકાર માં તાલુકા પંચાયત સદસ્ય ની રાવ અમરેલી તાલુકા વિકાસ અધિકારીની ખોટી સહીથી નીકળેલ જાતિ અંગેના પ્રમાણપત્રો ની તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવા અંગે લેખિત ફરિયાદ સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જાતિ પત્ર નંબર. ૨૫૪૬૪/૨૦૨૨ આર્થિક રીતે નબળા વર્ગો ઈ.ડબલ્યુ.એસ. પ્રમાણપત્ર નંબર ૨૫૪૭૫/૨૦૨૨ સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ જાતિના પત્ર ક્રમાંક :-૨૫૫૦૨ /૨૦૨૨ અનુસુચિત જાતિ પ્રમાણપત્ર ક્રમાંક ૨૫૪૯૪/૨૦૨૨ સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ પ્રમાણપત્ર ક્રમાંક નંબર ૨૫૪૭૩/૨૦૨૨ ઉપરોકત પાંચે પ્રમાણપત્રો તારીખ ૬/૧૦/૨૦૨૨ ના તાલુકા વિકાસ અધિકારી શ્રીના સહીથી આપવામાં આવેલ છે. ઉપરોકત પાંચે પ્રમાણપત્રો અમોને આમ જનતા માંથી ટપાલ મારફતે મોકલવામાં આવેલ અને આ પ્રમાણપત્રો તાલુકા વિકાસ અધિકારીશ્રી અમરેલીની રજીસ્ટરે ચડાવ્યા વગર ખોટી સહીથી ઈસ્યુ થયેલા છે. જે બાબતે અમોએ તાલુકા પંચાયત કચેરી-આપની સમક્ષ વર્ષ ૨૦૨૨ નું રજીસ્ટર જોતા આવા દાખલાઓ આપના હવાલાથી રજીસ્ટરે ચડાવ્યા વગર બારોબાર કોઈએ તાલુકા વિકાસ અધિકારીશ્રીની ખોટી સહી સિક્કા કરી આ પાંચે દાખલા આપવામાં આવેલ હોવાનું સ્પષ્ટપણે જણાય આવેલ છે. વિધાર્થીઓના દાખલાના કારણે ભવિષ્યમાં નોકરી સમયએ કે, પ્રાઈવેટ કંપનીમાં જોબ માટે ખરાઈ માટે તાલુકા પંચાયત કચેરી ખાતે ખરાઈ માટે આવશે. ત્યારે તેનું ભવિષ્ય આ જાતિ અંગેના પ્રમાણપત્રોના કારણે અધકારમયં થશે. અને આપ સાહેબશ્રીની ઓફીસ માંથી વર્ષ ૨૦રર ની તારીખ. ૬/૧૦/૨૦૨૨ ના તેમજ આવી અનેક બાબતો આવા અત્યંત જરૂરી પ્રમાણપત્રોમાં રેકર્ડ ચડાવ્યા વગર હકીકત તપાસ કરવામાં આવે તો વધુ બાબતો ઘ્યાને આવી શકે તેમ છે. તો આ બાબતે ગંભીરતાથી ધ્યાને લઈ આપના લેવલેથી તપાસ કરી જવાબદારો તમામ સામે કાયદાકીય પોલીસ રાહે તપાસ થવા આગળની કાર્યવાહી થવા આપ સાહેબશ્રીને આ પ્રમાણપત્રોની નકલ સાથે આ લેખિત રજુઆત કરુ છું તો સત્વરે અમરેલી તાલુકા પંચાયત કચેરી દ્વારા ઘટતુ થવા રજુઆત કરાય છે
તાલુકા વિકાસ અધિકારી ની ખોટી સહી થી ઇસ્યુ થયેલ જાતિ પ્રમાણપત્ર ની તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા તાલુકા પંચાયત સદસ્ય સુખડીયા ની માંગ


















Recent Comments