અમરેલી

“પી.એમ પોષણ યોજના” અન્વયે લીલીયા  તાલુકાના વિવિધ મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક  અને હેલ્પરની આવશ્યકતા : તા.૦૧ જુન સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના લીલીયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક-કમ-કુક, રસોયા અને મદદનીશની આવશ્યકતા છે.

લીલીયા તાલુકાની સનાળીયા પ્રાથમિક શાળામાં કેન્દ્ર નં. ૩૫માં સંચાલક-કમ-કુમ (વ્યવસ્થાપક) આવશ્યકતા છે. આંબા પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૦૨માં કુક, ભોરીંગડા પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૨૮ ખાતે કુક, ખારા પ્રાથમિક શાળા કેન્દ્ર નં. ૦૯ ખાતે કુક-કમ-હેલ્પર, લીલીયા કુમાર શાળા કેન્દ્ર નં. ૩૦ ખાતે કુક-કમ-હેલ્પર, ઢાંગલા પ્રાથમિક શાળા કેન્દ્ર નં.૧૪ ખાતે સંચાલક-કમ-કુક, કુક, અને કુક-કમ-હેલ્પર, નાના લીલીયા પ્રાથમિક શાળા ખાતે કુક-કમ-હેલ્પરની આવશ્યકતા છે.

ધો.૧૦ પાસની શૈક્ષણિક લાયકાત (કુક અને કુક-કમ-હેલ્પર) ઓછામાં ઓછી ૨૦ વર્ષ અને ૬૦ વર્ષની વચ્ચેની વય ધરાવતા ઉમેદવારોએ નિયત નમૂનામાં અરજી કરવી. જરૂરી નમુનાનું અરજી પત્રક મામલતદાર કચેરી લીલીયા ખાતેથી જાહેર રજા સિવાય કચેરી સમય દરમિયાન ૨૧.૦૫.૨૦૨૬થી ૦૧.૦૬.૨૦૨૬ દરમિયાન મેળવી લેવાનું રહેશે.

જરૂરી વિગતો ભરી આધાર પુરાવા સાથોનું અરજીપત્રક તા. ૦૧.૦૬.૨૦૨૬ના રોજ બપોરના ૧૪.૦૦ વાગ્યા સુધીમાં મામલતદાર કચેરી લીલીયાના રજિસ્ટ્રી ટેબલે પહોંચાડવાનું રહેશે. તેમ મામલતદારશ્રી લીલીયાએ યાદીમાં જણાવવામાં આવ્યું છે. ઉમેદવારોની પસંદગી નિયત નિયમો અને જાહેરનામાની શરતો મુજબ કરવામાં આવશે.

Related Posts