અમરેલી

દિલ્હી ભારત મંડપમ ખાતે અમરેલીના નારીરત્ન ભાવનાબેન ગોંડલીયા ને સહકારીતા બંધુ એવોર્ડ એનાયત કરાયો

અમરેલી જિલ્લા ના સહકારી અગ્રણી નારી રત્ન ભાવનાબેન ગોંડલીયા ને ભારત મંડપમ ખાતે રાષ્ટ્ર ની સૌથી મોટી સહકારી સંસ્થાન ઇફકો ના બોર્ડ દ્વારા સહકાર શિરોમણી દિલીપભાઈ સંઘાણી સહિત રાષ્ટ્રીય સહકારી અગ્રણી દ્વારા સહકારિતા બંધુ એવોર્ડ એનાયત સાથે ૧૧ લાખ ની ઘન રાશિ અર્પણ કરાય  નારી તું નારાયણી ના સૂત્ર ને ચરિતાર્થ કરતા ભાવના ગોંડલિયા ની  વર્ષ ૨૦૧૨ થી અવિરત સહકારીતા ક્ષેત્રે બેનમૂન સેવા પ્રદાન ની સુપેરે નોંધ લેવા અમરેલી જિલ્લા માં મહિલા સશક્તિકરણ માટે  સામર્થ્ય વાન મહિલા અગ્રણી ભાવનાબેન ગોંડલીયા ના વિઝનરી માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા ના ગૌરવ રૂપ કામ કરતા ભાવનાબેન ગોંડલીયા ની મહિલા સશક્તિકરણ અને કિસાનો ના સર્વાંગી વિકાસ માટે વિવિધ સહકારી સેવા પ્રવૃત્તિ નોંધનીય રહી છે 

વર્ષ ૨૦૧૩ માં ૧૦ સેલ્ફ હેલ્પ ગ્રુપના સંગઠન થી પ્રયોજિત શ્રી ભાગ્યલક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કન્ઝ્યુમર કો. ઓપરેટિવ સોસાયટી લી.ની સ્થાપના કરી આજે આ સંસ્થા ૭૦૦૦ થી વધુ ભગિની બહેનો  સભ્ય સંખ્યા સાથે મહિલા સંચાલિત નાણાં નિયમન બેન્કિંગ સેવા સાથે ૮૭ જેટલા વેચાણ સ્ટોર શોપ ધરાવતી સહકારીતા ટિમ ની દરેક મહિલા ઓને આત્મનિર્ભર બનાવવા માટે નિયમિત તાલીમ અને ઉત્પાદન પર આધારિત કાર્ય ઉપલબ્ધ કરવામાં અગ્રેસર છે ઉન્નત મસ્તક ગૌરવ ભેર સર્જનાત્મક રીતે રોજગારી ઓનું સર્જન કરતા ભાવનાબેન ગોંડલીયા એ

ભારત સરકાર 10,000 FPO યોજના અંતર્ગત વર્ષ 2021 માં અમરેલી જિલ્લા ના ધારી તાલુકા  કિસાન કૃષિ ઉત્પાદન અને પ્રોસેસિંગ સહકારી મંડળી (FPO) ની સ્થાપના કરી. વર્તમાનમાં ૧૦૦૦ થી વધુ ખેડૂતો અને ૭૦૦૦ મહિલા વિવિધ સહકાર્યકરો લાભાર્થીઓ 

સંસ્થા દ્વારા ઈન્ટરનેટ સેન્ટર, કસ્ટમ હાયરિંગ સેન્ટર, ટ્રેડિંગ, ગ્રેડિંગ, ક્લીનિંગ, પેકેજિંગ વગેરે આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી છે.ગત વર્ષે ૩૩૬ કરોડ ના ટર્ન ઓવર સાથે ચાલુ વર્ષે ૫૦૦ કરોડ ના ટર્ન ઓવર ના લક્ષ સંકલ્પ સાથે કાર્યરત સહકારી સંસ્થાન ના સ્થાપક સૂત્રધાર ભાવનાબેન ગોંડલીયા એ ખેડૂતોને ‘અમૂલ સ્વરૂપ’ના ફાયદા અને રિબેટ આપવામાં આવે છે. પ્રતિ વર્ષ ૨૦% ડિવિડન્ડ દર્શાવવામાં આવ્યું છે સંસ્થા વર્ષ 2025 ભારત સરકાર દ્વારા ઇમ્પેક્ટ અવોર્ડ 2025 દ્વારા સન્માનિત કરવામાં આવી છે વધુમાં વર્ષ 

સંસ્થા વર્ષ 2025 માં નેશનલ કોપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NCDC) દ્વારા “એક્સીલેન્ટ અવોર્ડ” દ્વારા સન્માનિત કરવામાં આવી છે.  સાથે જ સરકાર દ્વારા ૩૩ લાખ રૂપિયા મારી કોર્સ સહાય અને ઇક્વિટી ગ્રાન્ટ પણ પ્રાપ્ત થાય છે.આ સાથે જ, દેશની વાતચીતમાં સફળ નરેન્દ્ર મોદી દ્વારા પણ યોજાયેલ એફપીઓ કાર્યક્રમમાં અમારા સંગઠનની પસંદગી કરવા માટે મંત્રણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું, જે અમારા માટે અત્યંત ગૌરવનો વિષય છે.તદુપરાંત નવોદિત પાંગરતી પ્રતિભા માટે માટે શ્રી કલાધર મલ્ટિ ક્રેડિટ કોશિવ સોસિએશનની રચના કરી છે.પ્રસ્તુત ભાવનાબેન ગોંડલિયા એ મુખ્ય  શ્રી ધારી ખેડૂત કૃષિ અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડ (FPO)મુખ્ય શ્રી લક્ષ્મી મહિલા ક્રેડિટ એન્ડ કંજ્યુમર કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ ડાયરેક્ટર  અમરેલી જિલ્લા મધ્ય સહકારી બેંક અમરેલી ગુજરાત અમર ડેરી ના ડેરીકટર જેવા મહત્વ ના પદ ઉપર સેવારત છે સંપૂર્ણ મહાન કાર્ય ના પ્રારંભ માં કોઈ સ્ત્રી ના હાથ ચોક્કસ હોય છે સ્ત્રી ના બળ ને કોઈ માપી શકતું નથી તેથી તેને અબળા કહેવામાં આવે છે સ્ત્રી ઓમાં અંતર દ્રષ્ટિ હોય છે સમગ્ર અમરેલી જિલ્લા નું રાષ્ટ્રીય સ્તરે ગૌરવ વધારતા ભાવનાબેન ગોંડલીયા ને સહકારિતા બંધુ એવોર્ડ એનાયત થતા ઠેર ઠેર થી સામાજિક સ્વૈચ્છિક સહકારી સંસ્થાનો ના અગ્રણી ઓ દ્વારા શુભેચ્છા પાઠવી અભિવાદન કરાય રહ્યું છે 

Related Posts