અમરેલી

અમરેલી શહેરમાં વિવિધ પેન્શન અને સહાય યોજનાના લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી (હયાતીની ખરાઈ) કરાવવું ફરજિયાત

અમરેલી શહેરી વિસ્તારમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, નિરાધાર વૃદ્ધ, અપંગ વૃદ્ધ સહાય તેમજ વિધવા સહાય મેળવતા તમામ અરજદારો માટે હયાતીની ખરાઈ (ઈ-કેવાયસી) કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પ્રક્રિયા માટે તમામ લાભાર્થીઓએ પોતાના આધાર કાર્ડ અને મોબાઈલ ફોન સાથે ‘મામલતદાર કચેરી, અમરેલી શહેર, ગ્રાઉન્ડ ફ્લોર, જિલ્લા સેવા સદન, રાજમહેલ કોમ્પ્લેક્સ ખાતે રૂમ નંબર ૭, ૮ અને ૧૩ માં રૂબરૂ હાજર રહેવું ફરજિયાત છે. આ કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ કરવાની હોવાથી તમામ અરજદારોને વહેલી તકે કચેરીની મુલાકાત લેવા મામલતદાર અમરેલીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related Posts