અમરેલી

ભાવનગર જિલ્લામાં સ્પાના નિયમન અને નિયંત્રણ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું બહાર પડાયું

ભાવનગર જિલ્લામાં રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લર ચલાવવાની આડમાં કેફી દ્રવ્યોનું
સેવન તથા દેહવ્યાપાર તથા અન્ય બિનકાયદેસર કૃત્યો ચલાવતા હોવાનું જણાઈ આવેલ છે. કેટલાક અસામાજિક
તત્વો આવા સ્પા/મસાજ પાર્લરની આડમાં ગુનાહિત કૃત્યો કરી જાહેર સલામતી અને શાંતીનો ભંગ કરતા હોવાનું
જણાઈ આવેલ છે.
તેમજ ભુતકાળમાં બનેલ કેટલાક બનાવો/ઘટનાઓથી જણાઈ આવેલ છે કે અસામાજિક તત્વો આવી પ્રવૃત્તિને
અંજામ આપતા હોય છે. આ સ્થિતિને નિવારી શકાય અથવા તો અંકુશ મુકી શકાય તે સારૂ જિલ્લા વિસ્તારમાં ચાલતા
સ્પા/મસાજ સેન્ટરોમાં ભારતીય/વિદેશી મહિલાઓ મસાજની આડમાં કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવ્યાપાર તથા અન્ય
બિનકાયદેસર કૃત્યો ચલાવતા હોવાનું જણાઈ આવેલ છે.

વર્તમાન સંજોગોમાં રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ આવા
બનાવો/ઘટનાઓની સમાજમાં વિપરિત અસર ન થાય તે હેતુથી સ્પા/મસાજ પાર્લરોની આડમાં ગુનાહીત કૃત્યો
અટકાવવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા પોલીસ અધિક્ષકશ્રી, ભાવનગરની દરખાસ્ત રજુ થયેલ છે. જે દરખાસ્ત
મુજબનું જાહેરનામું પ્રસિધ્ધ કરવુ જરૂરી જણાય છે.
સબબ, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ ની પેટા કલમ-(૧) હેઠળ મને મળેલ
સત્તાની રૂઈએ હું એન.ડી. ગોવાણી (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર જિલ્લાના
વિવિધ રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં ચાલતા કેટલાક સ્પા/મસાજ પાર્લરોની આડમાં કેફી દ્રવ્યોનું સેવન,
દેહવ્યાપાર તથા અન્ય બિનકાયદેસર અને ગુનાહિત પ્રવૃતિઓ ચલાવવા પર પ્રતિબંધ જાહેર કરું છું. તેમજ
સ્પા/મસાજ સેન્ટરોના માલિકો/સંચાલકોએ જરૂરી ફોરમ સાથેની વિગતો ફરજિયાત સંબધિત પોલીસ સ્ટેશનમાં
આપવાની રહેશે.
આ જાહેરનામું તા. ૨૫/૦૫/૨૦૨૬ થી દિન-૬૦ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન
કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ અને તેના ભંગ
બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.

Related Posts