ભાવનગર

ભાવનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુટ્રેપ જાળના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ

ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.ડી.ગોવાણીએ મળેલ સત્તાની રૂએ સમગ્ર ભાવનગર જિલ્લામાં
ઉંદર પકડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી ગ્લુટ્રેપ જાળના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ
ફરમાવ્યો છે.
આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી દિન-૬૦ સુધી અમલમાં રહેશે.આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન
કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.
“જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ
પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે.”

Related Posts