અમરેલી

NDPS act એક્ટ મુજબના ગુનાના કામેના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ

મે.પોલીસ મહાનિરિક્ષક આર.વી.અસારી ભાવનગર વિભાગ, ભાવનગર નાઓની રાહબારી હેઠળ અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓએ રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સના પદાર્થ કેફી ઔષધો મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર હેરા-ફેરી વેચાણ અટકાવવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ અને અમરેલી જીલ્લામાં કેફી પદાર્થોનું ગેરકાયદેસર રીતે વેચાણ કરતા નાસતા ફરતા આરોપીઓ અંગે માહીતી મેળવી તેનો ઉંડાણપુર્વંક અભ્યાસ કરી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય.
જે અનુસંઘાને અમરેલી એસ.ઓ.જી.પોલીસ ઇન્‍સપેક્ટર બી.જી.ઈશરાણી નાઓની રાહબરી હેઠળ એસ.ઓ.જી. ટીમ રાજુલા પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હોય જે દરમ્યાન ખાનગીરાહે બાતમી મળેલ કે, રાજુલા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૬૦૩૯૦/૨૦૨૬, એન.ડી.પી.એસ. એક્ટ ક.૮(સી), ૨૦(બી)(ii)(બી), ૨૯ મુજબના ગુન્હાનો નાસતો-ફરતો આરોપી શ્રીનાથજી કિરાણા સ્ટોર, પાણીની ટાંકી પાસે ઉભો હોવાની ચોકકસ બાતમી મળતા જે બાતમી આધારે મજકુર નાસતા ફરતા આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી અર્થે રાજુલા પોલીસ સ્ટેશનની ટીમને સોપી આપેલ છે.

*પકડાયેલ આરોપીની વિગત*

એજાજ રહેમાનશા શાહમદાર, ઉ.વ – ૩૦, ધંધો – ગેસ વેલ્ડીંગનો, રહે.રાજુલા, ડોળીનો પટ્ટ, અનાજના ગોડાઉન પાસે, તા.રાજુલા, જી.અમરેલી

*આ કામગીરી અમરેલી એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટર બી.જી.ઈશરાણીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે*.

*અહેવાલ ભાવેશ વાઘેલા અમરેલી*

Related Posts