અમરેલી

ઉમિયા માતાજી મંદિર લીલીયા મુકામે બત્રીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ યોજાયો

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના મહત્વના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ અંતર્ગત લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) અને શ્રી ઉમિયા માતાજી
મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપક્રમે તેમજ સુદર્શન નેત્રાલય અને રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર મુંબઇના આર્થિક સહયોગથી
બત્રીસમો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ ઉમિયા માતાજી મંદિર ઉમિયાધામ લીલીયા મોટા મુકામે તા.૦૪-૦૬-
૨૦૨૬ ને ગુરુવાર સવારે ૯-૦૦ કલાકે આયોજીત કરવામાં આવેલ હતો.
આ નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દિપપ્રાગટ્ય શ્રી ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ લીલીયા મોટાના ઉપપ્રમુખ શ્રી
મનસુખભાઇ ગાંગડીયા અને લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ ઋજુલભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવેલ હતું અને
તેઓએ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી)ને અંધત્વ નિવારણ અંગેની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી અને આ કેમ્પનો
વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ કરી હતી.

આ કેમ્પમાં આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર અલ્કાબેન વાટકીયા અને તેની ટીમ દ્વારા કરવામાં આવેલ
હતી. જરૂરિયાતમંદ દર્દીઓને સુદર્શન નેત્રાલય અમરેલીમાં લાવીને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી બેસાડી આપેલ
છે. નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૨,૦૦૦ પત્રિકાનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં ૮૪ આંખ રોગના દર્દીઓએ
લાભ લીધો હતો અને ૧૭ દર્દીઓને નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર
ચકાસવામાં આવેલ હતા.
આ ઉપરાંત જરૂરિયાતમંદ વ્યક્તિઓની આંખના નજીક તથા દુરના નંબરની તપાસ કરી કેમ્પ સ્થળ ઉપર નંબર પ્રમાણે ૧૭
વ્યક્તિઓને રાહત ભાવે ચશ્મા બનાવી આપવામાં આવેલ હતા. ઉમિયાધામ લીલીયા મુકામે આંખની તમામ પ્રકારની વિનામૂલ્યે
સારવાર અને ઑપરેશન દર મહિનાના પહેલાં ગુરૂવારે નિષ્ણાત ડૉક્ટરની ટીમ દ્વારા કરી આપવામાં આવે છે.
આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ લાયન ઋજુલભાઈ ગોંડલીયા, પૂર્વ પ્રમુખ લાયન
પ્રા.એમ.એમ.પટેલ અને લાયન રમેશભાઈ ગોલ, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખશ્રી બાબુભાઇ છગનભાઇ ધામત, ઉપપ્રમુખશ્રી
મનસુખભાઈ ગણેશભાઈ ગણેશભાઈ ગાંગડીયા, મંત્રીશ્રી બટુકભાઈ ભગવાનભાઈ સોળીયા, ખજાનચીશ્રી પ્રવિણભાઈ કાનજીભાઈ
શેખલીયા, ટ્રસ્ટીશ્રી ભુરાભાઇ મોહનભાઇ શેખલીયા, ભાવેશભાઈ ધામત, અશોકભાઈ બોરસણીયા, પત્રકાર મનોજભાઈ જોષી
,શાંતિભાઈ ટી. ધામત તેમજ સુદર્શન નેત્રાલય તરફથી શ્રી નિલેશભાઈ ભીલ અને કમલેશભાઈ ધોરડાની આગેવાની હેઠળ નર્સિંગ
સ્ટાફ અને શ્રી દુષ્યંતભાઈ પારેખ, શ્રી અનિલભાઈ પારેખ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી
(સીટી)ના સેક્રેટરી લાયન પરેશભાઈ કાનપરીયાની યાદી જણાવે છે.

Related Posts