અમરેલી

અમરેલીમાં યોજાશે “વિકસિત ભારત સંકલ્પ સંમેલન”

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને વિકાસના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર દેશમાં વિવિધ જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અનુસંધાને અમરેલી ખાતે પ્રભારીમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી, ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા સહિતના મહાનુભાવનો અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાશે.

આ સંમેલનમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસલક્ષી પહેલો અને છેલ્લા વર્ષોમાં દેશ તથા રાજ્યમાં સર્જાયેલા પરિવર્તનાત્મક વિકાસકાર્યો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવશે. સાથે જ  વિકાસયાત્રાના અનુભવોની રજૂઆત તેમજ વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં નાગરિકોની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત અમરેલીની વિકાસયાત્રાને વર્ણવતી પ્રદર્શની પણ દર્શાવવામાં આવશે.

સંમેલનમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોના આગેવાનો, જનપ્રતિનિધિઓ, યોજનાઓના લાભાર્થીઓ, યુવાનો, મહિલા શક્તિ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે.

‘વિકસિત ભારત’ના રાષ્ટ્રીય સંકલ્પને જનઆંદોલનનું સ્વરૂપ આપવા અને વિકાસના લાભોને સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે યોજાનાર આ સંમેલન અમરેલી જિલ્લામાં વિકાસ અંગે જનજાગૃતિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Related Posts