અમરેલી

લાઠીમાં કવિ કલાપીને પત્ર-વાંચનથી અનોખી શ્રદ્ધાંજલિ વયોવૃદ્ધ સાહિત્યકાર ડો. ભુપેન્દ્ર રાવલની પ્રેરક ઉપસ્થિતિ

લાઠીમાં કવિ કલાપીને પત્ર-વાંચનથી અનોખી શ્રદ્ધાંજલિ  વયોવૃદ્ધ સાહિત્યકાર ડો. ભુપેન્દ્ર રાવલની પ્રેરક ઉપસ્થિતિ લાઠી  લાઠીના રાજવી કવિ કલાપીની 126 મી પુણ્યતિથિ નિમિત્તે આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ, લાઠી દ્વારા અનોખો સ્મરણાંજલિ કાર્યક્રમ  લાઠી ના નામદાર ઠાકોર સાહેબ શ્રી કીર્તિકુમારસિંહજીના નિવાસસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં કવિ કલાપીના પત્રોનું ભાવવાહી વાંચન . હેમાક્ષીબેન સોલંકીઅને  કુ. માન્યતાબેન સરવૈયા અને ભરત ભાઈ પાડા એ કરીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યાં.

આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જાણીતા સાહિત્યકાર ડો. ભુપેન્દ્ર રાવલે જણાવ્યું કે, “કલાપીના પત્રો એ માત્ર પત્રવ્યવહાર નથી, પણ કલાપીને જાણવા-માણવાનું ઉત્તમ સાહિત્ય સર્જન છે.  જ્યારે આરાધના ચેરિટેબલ  ટ્રસ્ટ ન પ્રમખ ઇતેષભાઈ મહેતા એ  જણાવ્યું કે કલાપી ના પત્રોમાં કલાપીનું સંવેદનશીલ હૃદય પ્રગટ થાય છે.”

 કલાપીએ પોતાના મિત્રો, પત્ની આનંદીબા, રમાબા અને પ્રેયસી મોંઘી ઉર્ફે શોભનાને કાશ્મીર તથા માથેરાનના પ્રવાસ દરમિયાન લખેલા પત્રો આજે ગુજરાતી સાહિત્યની અમૂલ્ય ધરોહર સમાન છે. કવિ કલાપીના રસિક અને લાગણીસભર પત્રોએ ગુર્જર સાહિત્યને વધુ સમૃદ્ધ બનાવ્યું છે.ડો. મુકેશભાઈ ત્રિવેદીએ પણ કલાપીના જીવન-કવન પર પ્રકાશ પાડ્યો હતો.આ પ્રસંગે લાઠીના અગ્રણી વેપારી શ્રી જયેશભાઈ ઠાકર, લાઠી શહેર ભાજપ પ્રમુખ શ્રી ધર્મેશભાઈ સોની, ‘વીર હમીરસિંહજી’ નાટકના કલાકાર શ્રી ભાવેશભાઈ રંગપરા શિક્ષક સી.એમ.સોલંકી તથા પંકજભાઈ રાઠોડ સહિત  અગ્રણીઓ અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના મંત્રી શ્રી રાજુભાઈ રિઝિયાએ કર્યું હતું. સ્વાગત શ્રી ભરતભાઈ પાડાએ અને આભારવિધિ એડવોકેટ શ્રી હરેશભાઈ સેજુએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ધીરુભાઈ ગાંગડિયા, મનુબાપુ ગોસાઈ અને શ્રી દિનેશભાઈ લાઠીયાએ જહેમત ઉઠાવી હતી.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા

Related Posts