સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે લોકપ્રિય ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા ના હસ્તે કુલ રૂ. ૪૨ લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે બાઢડા ગામે વોરાધાર પાસે રૂ. ૩૯ લાખના ખર્ચે બનનાર તળાવના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ઉપરાંત રસુલભાઈની વાડી પાસે રૂ. ૩ લાખના ખર્ચે નિર્માણ પામેલ નવા કોઝવેનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગામડાંના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને પાણી સંગ્રહ, માર્ગ સુવિધા તથા ગ્રામ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે સતત આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ વિકાસ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપ સંગઠન શક્તિ કેન્દ્રના સંયોજકો તથા સહ-સંયોજકો, હોદ્દેદારશ્રીઓ, સહકારી આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરમિત્રો ઉપસ્થિત રહ્યા હતા


















Recent Comments