બોટાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત..
બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા વોક ફોર પીસ એન્ડ યોગા… ચાલો ચાલીએ શાંતિ માટે અને યોગા માટે
રાજયોગીની બ્ર.કુ.નીતા બેન ના અધ્યક્ષતા માં શાંતિ પદ યાત્રા યોજાઈ
રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક, ધાર્મિક , સામાજિક જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય કે જે દુનિયા ભર ના 140 ઉપરાંત દેશોમાં હજારો સેવા કેન્દ્રો કાર્યરત છે.
બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર બોટાદ દ્વારા તા.14/6/26 રવિવાર સવાર ના 7:00 કલાકે વોક ફોર પીસ એન્ડ યોગા…ચાલો ચાલીએ શાંતિ માટે અને યોગા માટે….પ્રસાર પ્રચાર અને જન જાગૃતિ માટે કાર્યક્રમ નુ સુંદર આયોજન બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ના વડા રાજયોગીની બ્ર.કુ. નીતા દીદી ના અધ્યક્ષ સ્થાને કરેલ.
શાંતિયાત્રા પાળીયાદ રોડ વે બ્રિજ પાસેથી પ્રસ્થાન બી.કે.નીતા દીદી , બોટાદ મુક્તિધામ ના ચેરમેન ગ્રીન મેન સી.એલ. ભીકડીયા અને બોટાદ જીલ્લા યોગ કોઓર્ડિનેટર પ્રવીણ ભાઈ કળથીયા ના વરદ હસ્તે લીલી ઝંડી ફરકાવી કરવામાં આવેલ.
આ શાંતિ પદ યાત્રા સફેદ વસ્ત્રો માં પરિધાન ભાઈ બહેનો પાળીયાદ રોડ – ઍસ.ટી.ડેપો – માર્કેટિંગ યાર્ડ – વિસ્તારમાં ફરી બોટાદ માં હવેલી ચોક મોટી વાડી ખાતે વિરામ પામેલ. આ યાત્રા માં વચ્ચે વચ્ચે યોગ ટિચર દ્વારા કસરત તથા પ્રાણાયામ કરાવેલ.
આ શાંતિ પદ યાત્રા માં બી.કે.વર્ષાબેન ,બી.કે.રંજનબેન , બી.કે . ભૂમિ બેન ,બી.કે. દર્શના બેન ,યોગ કોચ મયુરી બેન દવે ,યોગ ટ્રેનર સરોજ બેન ભીમાણી તથા મોટી સંખ્યામાં માં ભાઈ બહેનો જોડાઈ શાંતિ અને યોગ નો સંદેશો આપેલ.


















Recent Comments