ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના નોંઘણવદર કેન્દ્રવર્તી શાળાના ઉત્તમ પ્રવેશદ્વાર અને શાળા પરિસરના શેડનું લોકાર્પણ તારીખ ૧ સપ્ટેમ્બરના રોજ યોજાયું. રૂપિયા ૪.૫ લાખના ખર્ચે ગામના ડો. નરહરિભાઈ દવે દ્વારા તેમના પરિજન સ્વ.પ્રજ્ઞાબેન નરહરિભાઈની પાવન સ્મૃતિમાં પ્રવેશદ્વારનું નિર્માણ થયું. પતરાનો શેડ ઊભો કરવામાં આવ્યો જેના દાતાઓ હતા દિનેશભાઇ ભડીયાદરા,ધરમશીભાઈ લાઠીયા,
શીલાબેન ચીમનલાલ મહેતા સહિત તમામ નોંઘણવદર (સુરત)દાતાઓએ ખૂબ જ વિનમ્રતાપૂર્વક પોતાની જવાબદારી સમજીને નોઘણવદરના શિક્ષણને મદદ કરી.આ શાળાનો સ્થાપના દિવસ પણ જોગાનુંજોગ ૧ સપ્ટેમ્બર હતો.તે નિમિત્તે કેક કાપીને શાળાનો જન્મદિવસ ઉજવવામાં આવ્યો.શ્રી ઈશ્ર્વરભાઈ દવેના વરદ્ હસ્તે પ્રવેશદ્વાર લોકાર્પણ થયું.
આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણવિદ્ શ્રી તખુભાઈ સાંડસુરે જણાવ્યું કે શિક્ષણ ક્ષેત્રમાં જે કોઈ સજ્જનો પોતાનો હાથ લંબાવીને દાન કરે છે તે દાનને આપણે સાત્વિક દાન તરીકે સ્વીકારીએ છીએ. બી.આર.સી શ્રી ઘનશ્યામભાઈ તથા કેળવણી નિરીક્ષક શ્રી ઝાલાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું.આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં અને દાનને શાળા સુધી પહોંચાડવામાં મહત્વનીની કડીરૂપ ભૂમિકા ભજવનાર શ્રી મુકેશભાઈ દવેનું શાલથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. અભ્યાસમાં ઉત્તિર્ણ બાળકોના મોમેન્ટો સૌજન્ય એસ.બી.આઈ નોંઘણવદર,દાતાશ્રીઓના શાલ અને મોમેન્ટોના સૌજન્ય પાર્થ ડ્રીપ ઇરીગેશન મહીપતભાઈ રાઠોડ,ભવાની પ્રોવિઝન સ્ટોર અરવિંદભાઈ ભુપતભાઈ ખીમાણી તરફથી આપવામાં
આ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી લશ્કરભાઇ ડાભી સરપંચ પ્રતિનિધિ શ્રી પાંચાભાઇ, પૂર્વ આચાર્ય પરેશભાઈ અમરેલિયા શ્રી દિલીપભાઈ તથા આસપાસની શાળાના આચાર્યશ્રીઓ વગેરે ઉપસ્થિત હતા. સમગ્ર આયોજનમાં શાળાના આચાર્ય શ્રી અશ્વિનભાઈ ભાઈ પટેલે સુંદર સંકલન અને આયોજન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન તુષારભાઈ ભટ્ટ અને શ્રી કીરણભાઈ પરમારે ભાવવાહી અને સુંદર રીતે કર્યું હતું.આભાર વિધિ શ્રી હેતલબેન જલોદરાએ કરી હતી.















Recent Comments