પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના બાબરા તાલુકાના જીવાપર પ્રાથમિક શાળા, હાથીગઢ પ્રાથમિક શાળાના પી.એમ. પોષણ (મ.ભ.યો) કેન્દ્રોમાં સંચાલક-કમ-કુકની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.
પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન બાબરા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી નિયત અરજી ફોર્મ મેળવી લેવું. જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તા.૨૪ જૂન, ૨૦૨૬ બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી, બાબરાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. નિયત સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ.
આ સાથે જરૂરી પુરાવા અંગેની તમામ દસ્વાતેજી વિગતો ઝેરોક્ષ કોપીમાં સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે. વધુ માહિતી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) મામલતદાર કચેરી, બાબરાનો સંપર્ક કરવો તેમ મામલતદારશ્રી, બાબરાએ એક યાદીમાં જણાવ્યું છે.















Recent Comments