શિક્ષણ મંત્રી ડૉ પ્રદ્યુમન વાજાએ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ તેમજ વડી અદાલતમાં દાખલ થયેલા કેસના પરિણામે કાગળની ઉપલબ્ધતા અને પ્રિન્ટિંગ પ્રક્રિયામાં થયેલા વિલંબની સ્થળ તપાસ કરવા પાઠ્યપુસ્તક બોર્ડના સેક્ટર -૨૫ ગાંધીનગર ખાતે આવેલા ગોડાઉનની આજે પ્રત્યક્ષ મુલાકાત લીધી.
આ મુલાકાત વેળાએ શિક્ષણ મંત્રી ડૉ. વાજાએ વિતરણ કામગીરીની પ્રગતિની વિગતવાર સમીક્ષા કરી અને રાજ્યના દરેક વિદ્યાર્થી સુધી પાઠ્યપુસ્તકો ઝડપથી પહોંચે તે માટે જરૂરી સૂચનાઓ આપી.
રાજ્યભરના વિદ્યાર્થીઓને ઝડપી પુસ્તકો ઉપલબ્ધ થાય તેવા હેતુથી બોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોડી રાત સુધી કઠોર પરિશ્રમ કરી રહ્યા છે, તેમની નિષ્ઠા અને સમર્પણ ખરેખર પ્રશંસનીય છે તેમ, મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
















Recent Comments