અમરેલી

પાંચ ઇસમોને વાહન સહિત કુલ કિં.રૂ.૩,૬૨,૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી,સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્‍જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુન્‍હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્‍ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી
હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પાંચ શકમદ ઇસમોને ફોર વ્હીલ સાથે પકડી પાડી,
પકડાયેલ પાંચેય ઇસમોની સઘન પુછ પરછ કરતા સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે
એક મકાનમાંથી રોકડ રકમ તથા દાગીનાની ચોરી કરેલની કબુલાત આપતા,
સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.માં રજી. થયેલ ઘરફોડ ચોરીનો અનડીટેકટ ગુનો ડીટેકટ
કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) પ્રવિણસિંહ નવલસિંહ પગી, ઉ.વ.૩૬, રહે.લાભી ગામ, સોલંકી ફળીયુ, તા.શહેરા,
જિ.પંચમહાલ.
(૨) બાબુભાઇ જગાભાઇ તુવર, ઉ.વ.૪૬, રહે.ધાવડીયા, સીમળીયુ ફળીયુ, તા.ઝાલોદ,
જિ.દાહોદ.
(૩) પપ્પુભાઇ ઉર્ફે પીન્ટુ પન્નાભાઇ રાવળ,ઉ.વ.૩૦,રહે.ગરાડીયા,પંચાયત
ફળીયુ,તા.સંત્રામપુર, જિ.મહીસાગર.
(૪) મુકેશભાઇ અરજણભાઇ રાવળ, ઉ.વ.૪૨, રહે.નરસિંગપુર, રાવલ ફળીયુ,
તા.સંત્રામપુર, જિ.મહીસાગર.
(૫) બાવચંદભાઇ ભીખાભાઇ પરમાર, ઉ.વ.૩૯, રહે.આંબરડી, તા.સાવરકુંડલા,
જિ.અમરેલી.

 કબ્‍જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૨૬,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ – ૪ કિં.રૂ.૩૬,૦૦૦/- તથા એક
મારૂતી સુઝુકી કંપનીની બ્રેઝા ફોરવ્હીલ જેના રજી. નં. GJ-06-PA-8245
કિં.રૂ.૫,૦૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૫,૬૨,૦૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે.
(૧) આજથી આશરે એકાદ મહિના પહેલા પકડાયેલ પાંચેય ઇસમો તથા દિલીપ નાયક
રહે.ગોધરા વાળા મળી છએ જણાએ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે એક
મકાનમાં ઓસરીની લોખંડની જાળી ગ્રીલના નકુચા તોડી, દરવાજાનું નકુચાના
તાળુ તોડી, મકાનમાં પ્રવેશ કરી, મકાનમાંથી રોકડ રૂ.૯૦,૦૦૦/- તથા સોના
ચાંદીના દાગીનાઓની ચોરી કરી લઇ ગયેલાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ
કરતા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૬૦૨૨૧/૨૦૨૬,
બી.એન.એસ. કલમ ૩૦૫(એ), ૩૩૧(૩), ૩૩૧(૪) મુજબ ગુનો રજી. થયેલ છે.
પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસઃ-
પકડાયેલ આરોપી પ્રવિણસિંહ નવલસિંહ પગી વિરૂધ્ધ નીચે મુજબનો ગુનો રજી. થયેલ
છે.
(૧) વિરસદ પો.સ્ટે.(જિ.આણંદ) ગુ.ર.નં.૧૧૨૧૫૦૩૯૨૦૦૦૧૮/૨૦૨૦, ઇ.પી.કો. કલમ
૪૦૬, ૪૨૦, ૧૧૪.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. જીજ્ઞેશભાઇ
અમરેલીયા, બહાદુરભાઇ વાળા તથા હેડ કોન્સ. દશરથસિંહ સરવૈયા, ગોકુળભાઇ
કળોતરા, લીલેશભાઇ બાબરીયા, જનકભાઇ હિમાસીયા, તુષારભાઇ પાંચાણી તથા
પો.કોન્‍સ. યુવરાજસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts