અમરેલી

વિકસિત ભારતના સંકલ્પ સાથે જનકલ્યાણના ૧૨ વર્ષની ઉજવણી

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે જિલ્લા અને વિવિધ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જનકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ કડીના ભાગરૂપે આજરોજ કુંકાવાવ તાલુકાના જંગર અને અમરેલી તાલુકાના ચિતલ મુકામે જનકલ્યાણ શિબિર-૨૦૨૬નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયતો દ્વારા આયોજિત આ શિબિરમાં કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણલક્ષી સરકારી યોજનાઓની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સાથે ગંગાસ્વરૂપા આર્થિક સહાય, ઈન્દિરા ગાંઘી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય, એન.એફ.એસ.એ યોજના સહિતના લાભાર્થીઓને લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્માન ભારત યોજના થકી સામાન્ય નાગરિકને આરોગ્ય વીમા કવચ મળ્યું છે. આર્થિક સંકડામણનો સામનો કરતા સામાન્ય નાગરિકો હવે અદ્યતન હોસ્પિટલમાં સારવાર મેળવી શકે છે.

રાજ્ય સરકારના ઊર્જા રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જનકલ્યાણકારી અભિગમ થકી છેવાડાના નાગરિકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. લોકોની સુખાકારીના અભિગમ સાથે કાર્યરત કેન્દ્ર અને રાજ્ય સરકાર અનેકવિધ જનકલ્યાણલક્ષી પ્રકલ્પો અને યોજનાઓ અમલી બનાવે છે. જેનો સીધો જ લાભ છેવાડાના લાભાર્થી સુધી પહોંચી રહ્યો છે. મંત્રીશ્રીએ દરેક પરિવારને કુલ ૦૫ વૃક્ષનું વાવેતર કરીને તેનું જીવનભર જતન કરવા આહ્વાન કરતા ઉમેર્યું કે, અમરેલી વિધાનસભા વિસ્તારમાં કુલ ૨૫ ગામ ખાતે ૧-૧ હજાર મળીને કુલ ૫૧ હજાર વૃક્ષના વાવેતરનો સંકલ્પ સિદ્ધ થવા જઈ રહ્યો છે. આ સંકલ્પમાં જનજન ભાગીદાર બનીને પોતાનું યોગદાન આપે તે જરૂરી છે.

સામાન્ય નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓનો લાભ, જનકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક વહીવટી તંત્રથી લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અંતિમ લાભાર્થી સુધીની પહોંચ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

જંગર અને ચિતલ મુકામે જનકલ્યાણ શિબિરમાં જિલ્લા અને તાલુકા પંચાયત હોદ્દેદારો, પ્રાંત અધિકારી શ્રી મહેશ નાકીયા અને શ્રી નંદા, કુંકાવાવ અને અમરેલી તાલુકા મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, તલાટી મંત્રી સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts