અમરેલી

મિલીટરી નર્સિંગ સર્વિસના સેવા નિવૃત્ત સભ્યોને “પૂર્વ સૈનિક” તરીકેનો દરજ્જો મળશે

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળના પૂર્વ સૈનિક કલ્યાણ વિભાગના તાજેતરના ગેઝેટ નોટિફીકેશન અનુસાર મિલીટરી નર્સિંગ સર્વિસના સેવા નિવૃત્ત સભ્યોને હવે “પૂર્વ સૈનિક” તરીકેની પાત્રતા એનાયત કરવામાં આવી છે. આ નિર્ણયથી હવે નિવૃત્ત એમએનએસ સભ્યો પણ અન્ય પૂર્વ સૈનિકની જેમ જ વિવિધ સરકારી યોજનાઓ અને લાભો મેળવવા માટે હકદાર બન્યા છે.

આ અંગે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરી, રાજકોટના જણાવ્યા મુજબ, મિલીટરી નર્સિગ સર્વિસમાંથી સન્માન પૂર્વક નિવૃત્ત થયેલા તમામ સભ્યોએ પૂર્વ સૈનિક તરીકેનું સત્તાવાર ઓળખપત્ર મેળવવા માટે ગુજરાત સરકારની  વેબસાઇટ WWW.ESM.GUJARAT.GOV.IN પર રજિસ્ટ્રેશન કરી ઓળખપત્ર મેળવી શકાશે.

Related Posts