અમરેલી

લીલીયા તાલુકાના ઢાંગલા પ્રાથમિક શાળા-મધ્યાહન ભોજન કેન્દ્રમાં સંચાલક કમ કુક, કુક અને કુક કમ હેલ્પરની આવશ્યકતાઃ તા.૨૯ જૂન સુધીમાં અરજી કરવી

પી.એમ પોષણ (મધ્યાહન ભોજન) યોજના અન્વયે જિલ્લાના  લીલીયા તાલુકાના ઢાંગલા પ્રાથમિક શાળાના પી.એમ. પોષણ (મ.ભ.યો) કેન્દ્રોમાં સંચાલક-કમ-કુક, કુક, કુક-કમ-હેલ્પર (મદદનીશ) ની આવશ્યકતા છે, જેમને માનદ વેતન ચૂકવવામાં આવશે.

પાત્રતા ધરાવતા ઉમેદવારોએ જાહેર રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન લીલીયા તાલુકા મામલતદાર કચેરીની મધ્યાહન ભોજન શાખામાંથી તા. ૨૯.૦૬.૨૦૨૬ સુધીમાં નિયત અરજી ફોર્મ મેળવી લેવું. આ અરજી ફોર્મ જરૂરી વિગતો અને આધાર પુરાવાઓ સાથે તા.૨૯ જૂન, ૨૦૨૬ બપોરે ૧૪.૦૦ કલાક સુધીમાં મામલતદાર કચેરી, લીલીયાની ટપાલ શાખાને પહોંચાડવાનું રહેશે. નિયત સમય મર્યાદા વિત્યે મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ. ઉંમર મર્યાદા જાહેરનામાની તારીખે ઓછામાં ઓછી ૨૦ થી ૬૦ વર્ષ હોવી જોઈએ. શૈક્ષણિક લાયકાત સંચાલક કમ કુક (વ્યવસ્થાપક) માટે ધોરણ ૧૦ પાસ છે.

આ સાથે જરૂરી પુરાવા અંગેની તમામ દસ્વાતેજી વિગતો ઝેરોક્ષ કોપીમાં સ્વપ્રમાણિત નકલ સાથે જોડવાની રહેશે. વધુ માહિતી પી.એમ. પોષણ (મધ્યાહન ભોજન) મામલતદાર કચેરી, લીલીયાનો સંપર્ક કરવો તેમ મામલતદારશ્રી, લીલીયાએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts