સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં આગામી તા. ૨૩-૨૪-૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે. અમરેલી જિલ્લામાં ઊર્જા અને કાયદો રાજ્યમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદશ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, ધારાસભ્યશ્રી વિવિધ વિસ્તારમાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવશે.
આવતીકાલે તા. ૨૩ જૂનના રોજ મંત્રીશ્રી અમરેલી તાલુકાના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ખાતે શાળા પ્રવેશોત્સવ દરિયાન વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે.
જિલ્લામાં પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર સહિત રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેનાર ૧૬ અધિકારીશ્રીઓ જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે. આવતીકાલે પ્રભારી સચિવશ્રી સંદિપ કુમાર અમરેલી તાલુકાના રાંઢીયા, રીકડીયા, નાના આંકડિયા ખાતે વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે.જાડેજા સહિત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ અધિકારીશ્રીઓ અલગ અલગ વિસ્તારમાં જઈ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે.
અમરેલી જિલ્લામાં આ વર્ષે બાલવાટિકામાં ૧૦,૯૭૯, ધો. ૦૧માં ૧૨,૬૪૬ અને ધો. ૦૧માં બાલવાટિકા ઉપરાંતના ૪૧૨, ધો. ૦૬માં ૨૨,૦૮૮, ધો. ૦૯માં ૨૦,૮૭૬, ધો. ૧૬,૦૦૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.















Recent Comments