અમરેલી

પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડતા તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક મનસુખલાલ માસ્તર

 શિક્ષકની કામગીરીથી ગ્રામજનોમાં આનંદની લાગણી

∆ લિલિયા તાલુકાની મોટા કણકોટ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શ્રી મનસુખલાલ પુંજાભાઈ મેવાડા વિશ્ર્વ યોગ દિવસનો કાર્યક્રમ પુરો કરી પરત પોતાના વતન અમરેલી આવી રહ્યા હતા તે સમયે તેમને મોટા કણકોટ થી દેવભૂમિ દેવળિયાના માગૅ પરથી તેમને રોકડ રકમ તથા જરૂરી ઓરીજનલ ડોક્યુમેન્ટસથી ભરેલું પાકીટ મળેલ હતું . પાકીટમાં તપાસ કરતા તેમાં રોકડ રકમ તથા ખૂબ જ જરૂરી ઓરીજનલ ડોક્યુમેન્ટસ હતા.
આ રોકડ રકમ તથા ડોક્યુમેન્ટ્સ ના મૂળ માલિક આકાશ જયસુખભાઇ કાકડીયાને પરત સોંપવામાં આવ્યું હતું મૂળ માલિકને તેમના ખૂબ જ અગત્યના ડોક્યુમેન્ટસ તથા રોકડ સાથેનુ પાકીટ મળી જતા ખુશીનો પાર રહ્યો નહોતો સાથે જ આભાર વ્યક્ત કરી શાળાના શિક્ષકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
∆ આજના સાંપ્રત સમયમાં વિધાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકો પુરતી જ કેળવણી નહીં પરંતુ એક આદર્શ નાગરિકના ઘડતરના પાઠ શીખવતું પોતાના જીવન દ્વારા સમાજમા ઉત્તમ ઉદાહરણ આપનાર મોટા કણકોટ પ્રાથમિક શાળાના શિક્ષક મનસુખલાલ મેવાડા પર સર્વત્રથી શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Related Posts