ચિકિત્સા ક્ષેત્રે જ્યારે સંવેદના અને કુશળતાનો સમન્વય થાય છે, ત્યારે અસાધ્ય દર્દો પણ નતમસ્તક થઈ જાય છે. આવો જ એક ભગીરથ મહાયજ્ઞ રાજકોટ ખાતે પોતાનું સ્વતંત્ર હોમિયોપેથી ક્લીનીક ધરાવતા અને સાવરકુંડલા જેમની કર્મભૂમિ રહી છે તેવા સિનિયર હોમિયોપેથીક કન્સલ્ટન્ટ ડો. અમી પાંધી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. હોમિયોપેથી સારવાર પદ્ધતિ દ્વારા તેઓ અનેક દર્દીઓના અસાધ્ય અને હઠીલા દર્દ દૂર કરી, તેમને તંદુરસ્તી સાથે હોઠો પર સ્મિત અર્પણ કરી રહ્યા છે.
હોમિયોપેથી ટ્રીટમેન્ટ એ માત્ર શારીરિક લક્ષણો પર કામ નથી કરતી, પરંતુ તેમાં દર્દીના સામાજિક, આર્થિક, પારિવારિક અને માનસિક તમામ પાસાઓનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવામાં આવે છે. ડો. અમી પાંધી પોતાની પાસે આવતા વિવિધ પ્રકારના દર્દોથી પીડાતા દર્દીઓને ખૂબ જ ધ્યાન અને ગંભીરતાથી સાંભળે છે. દર્દીના જીવનની અણકહી વ્યથાઓ, ચિંતાઓ અને મૂંઝવણોને લક્ષમાં રાખીને, ભારે ધૈર્ય અને કુશળતાપૂર્વક તેઓ રોગનું સચોટ નિદાન કરે છે. દર્દીને મૂળમાંથી સ્વસ્થ અને તંદુરસ્ત કરવાનો તેમનો આ માનવતાવાદી અભિગમ ખરેખર કાબિલે તારીફ છે.
”દરેક ખુરશી પર એક વાર્તા બેઠી હોય છે… કોઈની પીડા, કોઈની ચિંતા, કોઈનું સપનું… અને દરેક દવામાં છુપાયેલો હોય છે સ્વસ્થ જીવન તરફનો એક નિષ્ઠાવાન પ્રયાસ.” –ડો. અમી પાંધી
દર્દીની સ્વસ્થતા એ જ ડોક્ટરની સાચી મૂડી
તબીબી વ્યવસાયને માત્ર વ્યવસાય નહીં પણ એક સેવા અને સાધના માનતા ડો. અમીબેન જણાવે છે કે, જ્યારે કોઈ લાંબા સમયથી પીડાતું દર્દી હોમિયોપેથી દવાઓથી સંપૂર્ણપણે સ્વસ્થ થાય છે, ત્યારે એક ચિકિત્સક તરીકે તેમની ખુશીનો કોઈ પાર રહેતો નથી. દર્દીની આંખોમાં દેખાતો સંતોષ અને તેમના ચહેરાનું સ્મિત એ જ કોઈપણ ડૉક્ટર માટે સૌથી મોટો પુરસ્કાર છે.
રાજકોટ અને સાવરકુંડલા પંથકમાં હોમિયોપેથી ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરનાર ડો. અમી પાંધીની આ નિઃસ્વાર્થ સેવાભાવના અને સચોટ તબીબી કુશળતાને ચારેય તરફથી બિરદાવવામાં આવી રહી છે.














Recent Comments