અમરેલી

જિલ્લા વિકાસ અધિકારી કે.જે.જાડેજાના હસ્તે દેરડી જાનબાઈની ખાતે શાળા પ્રવેશોત્સવ યોજાયો

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દેરડી જાનબાઈની ખાતે આવેલી સરકારી હાઈસ્કૂલમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.જે. જાડેજાના હસ્તે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

આ પ્રસંગે આંગણવાડી, ધોરણ-૦૯ અને ધોરણ-૧૨ના કુલ ૭૫ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવી તેમની જ્ઞાનયાત્રાનો શુભ પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંસ્કૃત વર્ગનો જિલ્લા વિકાસ અધિકારીશ્રીના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે નિયમિત અભ્યાસ, પરિશ્રમ અને શિસ્તને જીવનનો અભિન્ન ભાગ બનાવવા પ્રેરિત કર્યા હતા.

શાળા ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, જિલ્લા વિકાસ અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને શાળા વ્યવસ્થાપન સમિતિની બેઠક પણ યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ, શાળાકીય સુવિધાઓ અને વાલીઓની ભાગીદારી સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Related Posts