ગુજરાત

ગુજરાતના ઉમરગામથી શરૂ કરીને શામળાજી સુધીના પૂર્વ પટ્ટામાં આદિમ પ્રજા તરીકે આદિવાસી ભાઈઓનો વસવાટ

હવે તેઓ મુખ્ય પ્રવાહની સાથે જોડાય એટલી ક્ષમતા અને તાકાત ધરાવતા થયા છે.પરંતુ પોતાના હક હિસ્સા અને માંગ માટે અવાજને બુલંદ કરવા માટે છેલ્લા પાંચેક વર્ષથી ચૈતર વસાવા નામના એક યુવાન ડેડીયાપાડાથી ગુહાર લગાવી રહ્યા છે.ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ પણ ભાજપને ડિસ્ટર્બ કરવો અઘરો દેખાઈ રહ્યો છે. તેથી કોઈ એકલદોકલ ચૈતર વસાવાથી ભાજપને કોઈ મુશ્કેલી પડે તેવું નથી. પરંતુ તેમ છતાં ભાજપ આવતા 10 વર્ષ પછી બનનારી ઘટનાને પણ નજર અંદાજ કરતું નથી. માટે ચૈતર વસાવા ને એક ચેલેન્જ તરીકે હંમેશા ભાજપે લીધા છે.તેથી તેને તેની લોકપ્રિયતા અને વધતી તાકાતને રોકવા રાજકીય પ્રયત્નો હંમેશા ચાલુ રાખ્યાં છે. 

            ચૈતર વસાવાનું રાજકીય એન્કાઉન્ટર કરવા માટે ભાજપના પ્રયત્નો અત્યાર સુધીમાં સફળ થઈ શક્યા નથી તે હકીકત છે. છેલ્લે યોજાયેલી ચૂંટણીમાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં નર્મદા જિલ્લામાં અને થોડાવતા અંશે છોટાઉદેપુર માં પણ તેમનો દબદબો યથાવત જોવા મળ્યો છે.પણ હવે 2023 ના એક ફોજદારી કેસમાં રાજપીપળાની કોર્ટે તેમને સાત વર્ષની સજા સંભળાવી છે.લોક પ્રતિનિધિને જ્યારે સજા થાય છે ત્યારે તેનું લોક પ્રતિનિધિ તરીકેનું પદ ગુમાવવાનો વારો આવે છે. કોઈપણ લોક પ્રતિનિધિ લોક પ્રતિનિધિત્વ ધારાની કલમ 13 મુજબ સજા પામેલ હશે તો તેને તે પદ ઉપર કામ કરવાનો અધિકાર રહેતો નથી. ન્યાયિક પ્રક્રિયામાં રાજકીય આક્ષેપ કરી શકાય નહીં. પરંતુ તો પણ મંગળવારે સોશિયલ મીડિયા ઉપર રાજકીય ઘમાસાણ જોવા મળે છે. પણ ખેર, જે હોય તે પણ હવે પ્રશ્ન એ થાય છે કે આ સજાથી ધારાસભ્ય પદ ચૈતરભાઈ ગુમાવે છે પરંતુ શું તે રાજકીય રીતે ખતમ થઈ જશે ખરાં? 

         સેશન્સકોર્ટની ઉપરની કોર્ટ એટલે હાઇકોર્ટ છે, ત્યાર પછી સુપ્રીમ કોર્ટ છે. પરંતુ કોઈ પણ કેસમાં જેના ડેમોક્રેટિક રાઇટ ઉપર કોઈ ખાસ પ્રભાવ પડતો ન હોય તો સીધો અવાજ સુપ્રીમ કોર્ટ સાંભળતી નથી,વાયા હાઇકોર્ટ થઈને તમારે સુપ્રીમ કોર્ટ સુધી જવાનું થાય. પરંતુ હાઇકોર્ટમાં આ કન્વીક્શન એટલે કે સજા ઉપર રોક મૂકીને મનાઈ હુકમ આપવાની સત્તા છે .જો તેમને આવો મનાઈ હુકમ હાઇકોર્ટ માંથી મળી જાય છે તો સ્વાભાવિક છે કે તે તેનું સભ્યપદ ફરી બહાલ થશે અને તે ધારાસભ્ય તરીકે પોતાનું કાર્ય કરી શકશે. પણ જો તેમાં સમય લાગે છે અને આ બેઠક ખાલી જાહેર થાય છે તો સંભવ છે કે ચૂંટણી પંચ તેમાં ચૂંટણી જાહેર કરે અને આ ચૂંટણીમાં ફરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને ભાજપ વચ્ચે જંગ જામે પરંતુ તેમાં સંભાવના એવી છે પણ ગણી શકાય કે તેમના એક પત્ની શકુંતલાબેનને સજા પ્રાપ્ત થઈ છે તેથી તે ચૂંટણી નહીં લડી શકે ! પણ તેમના બીજા પત્ની એ ચૂંટણીના મેદાનમાં આવી શકવાની શક્યતાઓ ખૂબ વધારે છે. કારણ કે સંવેદનાની રાજનીતિ દરેક રાજકીય પક્ષો જાણે છે.તેથી એ મત ક્ષેત્રના લોકોની સંવેદના ચૈતરભાઈના પરિવાર સાથે જોડાઈ જાય તો વધુ સંભાવના એ છે કે તે સરળતાથી જીતી શકે છે.જો એ જીતી જાય તો તેનો દબદબો યથાવત રહે છે પણ એ બધું જો ને તો ની વચ્ચે સર્જાતું તર્કોનું ઝાળુ છે જોઈએ હવે આગળ શું થઈ રહ્યું છે!?!

Related Posts