રાજકોટ ખાતે કલા સાધક અભયભાઈ હકાણી દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટનું સફળ આયોજન રાજકોટ ખાતે વતનપ્રેમી શ્રી અભયભાઈ હકાણી તથા તેમના પરિવાર દ્વારા એક ભવ્ય, મ્યુઝિકલ નાઇટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં રાજકોટના અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, સંગીતરસિકો તથા આમંત્રિત મહેમાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી. આ પ્રસંગે દામનગરની ગૌરવવંતી અને માત્ર ૧૯ વર્ષની પ્રતિભાશાળી ગાયિકા હિમાની અશોકભાઈ ગઢવીએ પોતાના સુરીલા કંઠથી સૌને મંત્રમુગ્ધ કરી દીધા. મુંબઈ આઈડલ, સિંગિંગ સિતારે, ચારણ ગાથા અને તાનારીરી જેવા પ્રતિષ્ઠિત મંચોની વિજેતા રહેલી હિમાનીએ પોતાની અદભુત ગાયકીથી સમગ્ર મહેફિલને સંગીતના રંગે રંગી દીધી.તેમની સાથે રિંકુબેન અભયભાઈ હકાણીએ પણ પોતાની સુમધુર રજૂઆતથી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી દીધા. હિમાની ગઢવીની ગાયકીથી પ્રભાવિત થયેલા ઉપસ્થિત મહાનુભાવોએ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આગામી સમયમાં રાજકોટમાં તેમના વધુ કાર્યક્રમો યોજવા અંગે પણ હકારાત્મક ચર્ચાઓ થઈ.દામનગરની પ્રતિભાને રાજ્યસ્તરે આગવું સ્થાન અપાવવાના નિઃસ્વાર્થ પ્રયાસો બદલ વતનપ્રેમી અભયભાઈ હકાણી તથા તેમના સમગ્ર પરિવારની સેવાભાવના, આયોજનશક્તિ અને વતનપ્રેમને સૌએ હૃદયપૂર્વક બિરદાવ્યા આવા પ્રેરણાદાયી અને સમાજને જોડતા આયોજનો માટે શ્રી અભયભાઈ હકાણી તથા તેમના પરિવારને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી નવોદિત કલાકાર હેમાલી ગઢવી ને સ્થિર પ્રજ્ઞ બની સાંભળતા કલા રસિકો એ સુંદર સંદેશ વ્યક્ત કર્યો હતો કે કલા વિચારો ને મૂર્તિ માં પરિવર્તિત કરી આપે છે
“કલા વિચારો ને મૂર્તિ માં પરિવર્તિત કરી આપે છે” રાજકોટ કલા સાધક અભયભાઈ હકાણી દ્વારા ભવ્ય મ્યુઝિકલ નાઇટનું સફળ આયોજન



















Recent Comments