અમરેલી

વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, લીલીયામાં વિવિધ જાગૃતિ કાર્યક્રમો યોજાયા

વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે તા. ૧૧ જુલાઈ૨૦૨૬ના રોજ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજલીલીયા ખાતે વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના સમાજશાસ્ત્ર વિભાગ અને સામુદાયિક સેવા ધારા દ્વારા સંયુક્ત રીતે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ.

રાજેન્દ્રસિંહ એ. રાઠોડના માર્ગદર્શન હેઠળ સમાજશાસ્ત્ર વિભાગના વડા અને આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મહેશ એસ. ગઢિયાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું.

વિશ્વ વસ્તી દિવસની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં વસ્તી સંબંધિત મુદ્દાઓ અંગે જાગૃતિ લાવવાના હેતુથી નિબંધવકતૃત્વ અને ચિત્રસ્પર્ધા ઉપરાંત રાજ્યકક્ષાની ઓનલાઈન ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નિબંધ સ્પર્ધામાં વિકસિત ભારત માટે સંતુલિત વસ્તીનું મહત્વ‘, ‘વિશ્વ વસ્તી દિવસનું મહત્વ‘ તથા વધતી વસ્તી : પડકારો અને ઉકેલો‘ જેવા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. જ્યારે વકતૃત્વ સ્પર્ધામાં વસ્તી વૃદ્ધિ અને કુદરતી સંસાધનો પર અસર‘, ‘વસ્તી વૃદ્ધિ અને બેરોજગારી‘ તેમજ મહિલા શિક્ષણ અને વસ્તી નિયંત્રણ‘ જેવા સમકાલીન વિષયો પર અસરકારક રજૂઆતો કરવામાં આવી હતી.

ચિત્રસ્પર્ધાનો વિષય ‘Viksit Bharat @2047: Young People in Action’ રાખવામાં આવ્યો હતોજેમાં વિદ્યાર્થીઓએ પોતાની સર્જનાત્મકતા દ્વારા વિકસિત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા અને વસ્તી જાગૃતિનો સંદેશ આપતાં આકર્ષક ચિત્રો રજૂ કર્યા હતા.

આ ઉપરાંત ગુજરાત રાજ્યની વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને ધ્યાનમાં રાખીને રાજ્યકક્ષાની ઓનલાઈન બહુવિકલ્પીય (MCQ) ક્વિઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ગૂગલ ફોર્મ મારફતે યોજાયેલી આ ક્વિઝમાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ડિજિટલ પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાર્યક્રમ અંતર્ગત વસ્તી જાગૃતિ વિષયક વિશેષ વ્યાખ્યાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આસિસ્ટન્ટ પ્રોફેસર (અંગ્રેજી) ડૉ. સબીર પરમારે વસ્તી વિસ્ફોટના કારણોતેનાથી ઊભા થતા વૈશ્વિક અને રાષ્ટ્રીય પડકારો તેમજ તેના સામાજિક અને આર્થિક પ્રભાવ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

અંતમાં આસિસ્ટન્ટ પ્રોફેસર (કોમર્સ) ડૉ. પ્રકાશ પરમારે પ્રાસંગિક ઉદ્દબોધન કરી વિદ્યાર્થીઓને સમાજ પ્રત્યે જવાબદાર નાગરિક તરીકે વસ્તી જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી તેમજ આભારવિધિ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા માટે આસિસ્ટન્ટ પ્રોફેસર (હિન્દી) ડૉ. મહેશ વાઘેલાઆસિસ્ટન્ટ પ્રોફેસર (ગુજરાતી) ડૉ. ભારત ખેની તેમજ વિઝિટિંગ ફેકલ્ટી શ્રી,પ્રદીપભાઈ બલોલીતાશ્રી,પ્રફુલભાઈ સોલંકીશ્રી,ધર્મેશભાઈ સહિત સમગ્ર સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Posts