નેત્ર નિદાન કેમ્પ થકી શાળામાં ચાલે છે સેવાકીય પ્રવૃત્તિ
શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ – રાજકોટના સહયોગથી ગણેશ શાળા ટીમાણામાં તારીખ :- 11/07/2026 ના રોજ સતત 90 મો નેત્ર નિદાન કેમ યોજાયો હતો. આ 90 માં નેત્ર નિદાન કેમ માં અંદાજે 100 જેટલા દર્દીઓએ પોતાની આંખોનું નિદાન કરાવ્યું હતું. જેમાં ઓપરેશનની જરૂરિયાત જણાતા 25 જેટલા દર્દીઓને ઓપરેશન પણ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તરફથી કરી આપવામાં આવેલ. આમ સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે સતત સાડા સાત વર્ષથી ચાલતો આ નેત્ર નિદાન કેમ્પ દર મહિનાની 11 મી તારીખે ગણેશ શાળા ટીમાણાના આંગણે યોજાય છે.

















Recent Comments