દામનગર નગરપાલિકા નું સંવેદનહીન તંત્ર દબાણ દુરસ્તી ના નામે શાકભાજી વિક્રેતા ઓની પજવણી થી અચોક્કસ મુદત ની હડતાળ વૈકલ્પિક વ્યવસ્થા વગર અચાનક પોલીસ બળ સાથે પાલિકા તંત્ર નું વિચિત્ર દબાણ હટાવ થી ત્રસ્ત શાકભાજી વિક્રેતા ની હડતાળ
વારંવાર સ્થાનિક તંત્ર ને શાકભાજી વિક્રેતા જ જંગમ દબાણ કેમ દેખાઈ છે ? મોટા ભાગ ના શોપિંગ મોલ પાર્કિગ વગર ના દેખાવ પૂરતા મુકેલ પાર્કિગ ને ઉચ્ચા લઈ માલિકી સમાંતર દબાણો અંગત ઉપીયોગ સામે તંત્ર મૌન કેમ ? રહેણાંક હેતુ ની જમીનો ઉપર વાણિજ્ય હેતુ ઇન્ડસ્ટ્રીઝ ઉપીયોગ સામે તંત્ર ઘુંટણીયે પડે છે મુખ્ય વાણિજ્ય સાંકડી બજારો માં પાર્કિગ વગર શોપિંગ મોલ ધમધમે છે પાર્કિગ માં કોઈ પણ પ્રવેશી ન શકે તેવી ગોઠવણ શોપિંગ મોલ ના પાર્કિગ વળાંકી લેનાર ની પાલિકા તંત્ર કેમ લાજ કાઢે છે ? દબાણ હટાવવું હોય તો સ્થાવર દબાણ દારો સામે બહાદુરી બતાવો ? જંગમ લારી પથણા વાળા ની પજવણી બંધ કરો
મોટા ભાગે રસ્તા ના દબાણો કરી રોડ કાંઠા ઉપર ગેરકાયદેસર બાંધકામો ને આકારણી રજી એ ચડાવી વેરો વસુલતા પાલિકા તંત્ર ને માત્ર શાકભાજી વિક્રેતા ઓ કેમ દબાણદાર લાગે છે ? રોજે રોજ નું પેટિયું રળતા ગરીબ ગુરબા ઓની પજવણી ક્યાં સુધી ?
સરકારી કચેરી સીટી સર્વે ના રેકર્ડ ઉપર એક હજાર થી વધુ ગેરકાયદેસર રસ્તા ઓની જમીન ઉપર સ્થાવર મિલકતો ખડકી દેનાર સામે તંત્ર ચૂપ કેમ છે ? જેવા અનેક સવાલો સાથે સ્થાનિક પાલિકા તંત્ર ને શહેર ભર ના શાકભાજી વિક્રેતા ઓનું આવેદન પત્ર જિલ્લા કલેકટર અમરેલી સુધી રજૂઆતો
દામનગર સ્થાનિક નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ની વૈકલ્પિક વ્યવસ્થા વગર શાકભાજી ની લારી પથણા હટાવતા જ શાકભાજી વિક્રેતા ઓની સામુહિક હડતાળ શહેર માં ખાનગી શોપિંગ મોલ મુખ્ય વાણિજ્ય બજારો ના રસ્તા ઓ સાંકડા બનાવી કાયમી સ્થાવર દબાણ કરતા ઓની લાજ કાઢતા તંત્ર સામે ભારે નારાજગી ઉભી થઈ શાકભાજી વિક્રેતા ઓની હડતાળ નો સુખદ ઉકેલ આવે તેવી શહેર ભર માંથી ઉઠી માંગ કીડી ને કોષ નો ડામ આપતા સંવેદન હીન તંત્ર સામે ફિટકાર ની લાગણી ઉભી થઈ દિવા ની દાજે કોડિયા ને બટાકા ભરતા તંત્ર એ માનવતા વાદી અપનાવવું જોઈ એ રોજે રોજ નું પેટિયું રહી ખાતા ગરીબ ગુરબા ની પજવણી બંધ કરી કાયમી વ્યવસ્થા ઉભી કરવી જોઈ
















Recent Comments