અમરેલી

સાવરકુંડલાને મળ્યું આધુનિક ફાયર વોટર બ્રાઉઝર, ધારાસભ્ય મહેશભાઈ કસવાળાના હસ્તે લોકાર્પણ

સાવરકુંડલા શહેરની અગ્નિશામક સેવાઓને વધુ સશક્ત અને આધુનિક બનાવવા માટે નવા ફાયર વોટર બ્રાઉઝરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય મહેશભાઈ કસવાળા, પાલિકા પ્રમુખ નયનાબેન, એપીએમસી ચેરમેન દીપકભાઈ માલાણી તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોએ નવા ફાયર વોટર બ્રાઉઝરને લીલી ઝંડી આપી તેનું વિધિવત્ લોકાર્પણ કર્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે આધુનિક સુવિધાઓથી સજ્જ આ ફાયર વોટર બ્રાઉઝર આગ લાગવાની ઘટનાઓ તેમજ અન્ય આપત્તિના સમયે ઝડપી અને અસરકારક કામગીરીમાં મહત્વપૂર્ણ સાબિત થશે. શહેર અને આસપાસના વિસ્તારના નાગરિકોની સુરક્ષા માટે આ સુવિધા ઉપયોગી બનશે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ નવા વાહનનું સ્વાગત કર્યું અને સાવરકુંડલાને મળેલી આ મહત્વપૂર્ણ સુવિધા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. આગેવાનોએ જણાવ્યું કે જાહેર સુરક્ષા અને નાગરિકોને વધુ સારી સેવાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો સતત ચાલુ રહેશે.

કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, પાલિકાના સભ્યો, અગ્નિશામક વિભાગના કર્મચારીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો.

Related Posts