ભાવનગર

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે યોજાયેલા ભરતીમેળામાં સરકારી પ્રકાશનો મળતાં યુવાનોએ વ્યક્ત કર્યો આનંદ : માહિતીસભર પહેલને બિરદાવી

ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી ખાતે યોજાયેલા ભરતીમેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી
દ્વારા ઉપસ્થિત રોજગારવાંચ્છુ યુવાનોને રાજ્ય સરકારના ‘ગુજરાત’ પાક્ષિક અને ‘પ્રકીર્ણ’ જેવા સરકારી પ્રકાશનોનું
વિતરણ કરવામાં આવ્યું હતું.
યુવાનોએ આ પહેલને આવકારી સરકારી પ્રકાશનોને માહિતીનો વિશ્વસનીય અને ઉપયોગી સ્ત્રોત ગણાવ્યો
હતો.
બી.ઈ. (મિકેનિકલ)નો અભ્યાસ પૂર્ણ કરનાર શ્રી વિશાલ ડાભીએ જણાવ્યું હતું કે, ‘ગુજરાત’ પાક્ષિક અને
‘પ્રકીર્ણ’ જેવા સરકારી પ્રકાશનો દ્વારા સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસકાર્યો તેમજ રોજગારલક્ષી માહિતી
સરળ અને વિશ્વસનીય રીતે પ્રાપ્ત થાય છે. આવા પ્રકાશનો યુવાનો માટે માર્ગદર્શક સમાન બની તેમના જ્ઞાનમાં
વધારો કરે છે.
અધેવાડાના રહેવાસી તથા હાલ ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં એપ્રેન્ટિસ તરીકે કાર્યરત શ્રી શિવરાજસિંહ ગોહિલે
જણાવ્યું હતું કે, સરકારી પ્રકાશનો વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે અધિકૃત તથા વિશ્વસનીય
માહિતીનો ઉત્તમ સ્ત્રોત છે. આવા પ્રકાશનોનો લાભ વધુમાં વધુ યુવાનો અને નાગરિકોએ લેવો જોઈએ.
એકાઉન્ટ ક્ષેત્રમાં ભરતી માટે અરજી કરનાર શ્રી ગોપાલ ઢાપાએ કહ્યું કે, ‘ગુજરાત’ પાક્ષિક અને ‘પ્રકીર્ણ’ દ્વારા
સરકારની વિવિધ પ્રવૃત્તિઓ, યોજનાઓ તેમજ રોજગાર સંબંધિત માહિતી એક જ સ્થળે ઉપલબ્ધ થાય છે. આવા
પ્રકાશનો યુવાનોને સતત માહિતગાર રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીની તથા એકાઉન્ટ ક્ષેત્રમાં ભરતી માટે અરજી કરનાર સુશ્રી કૃપાલી
મકવાણાએ જણાવ્યું હતું કે, ભરતીમેળામાં સરકારી પ્રકાશનો મળતાં સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ,
મહિલા સશક્તિકરણ અને રોજગારલક્ષી વિષયો અંગે વિશ્વસનીય માહિતી મળી છે. આવા પ્રકાશનો વિદ્યાર્થીઓ અને
યુવાનો માટે ખૂબ જ ઉપયોગી, પ્રેરણાદાયી અને માર્ગદર્શક સાબિત થાય છે.
જિલ્લા માહિતી કચેરી દ્વારા ભરતીમેળા દરમિયાન કરવામાં આવેલી આ પહેલના પરિણામે ઉપસ્થિત
યુવાનોને સરકારના અધિકૃત પ્રકાશનો મારફતે વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી પ્રવૃત્તિઓ અંગે પ્રમાણભૂત
માહિતી સરળતાથી ઉપલબ્ધ બની હતી.

Related Posts