અમરેલી

SGFI 70મી સાવરકુંડલા તાલુકા કક્ષાની શાળાકીય સ્પર્ધામાં શ્રી કે.કે. હાઈસ્કૂલનો દબદબો

સાવરકુંડલા ખાતે યોજાયેલી SGFIની 70મી તાલુકા કક્ષાની શાળાકીય રમતોત્સવમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલાના ખેલાડીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કરી તા. 18 જુલાઈ, 2026ના રોજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સાવરકુંડલા ખાતે યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં શ્રી કે.કે. હાઈસ્કૂલની ટીમે પ્રતિસ્પર્ધી ટીમો સામે ઉત્કૃષ્ટ દેખાવ કરીને ચેમ્પિયનશિપ પોતાના નામે કરી હતી. ત્યારબાદ તા. 21 જુલાઈ, 2026ના રોજ એ જ સ્થળે યોજાયેલી ખો-ખો સ્પર્ધામાં પણ શાળાની અંડર-17 ભાઈઓની ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયન બનવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો હતો.

               આ બંને ટીમોને કોચ શ્રી વિપુલભાઈ દવેના સતત માર્ગદર્શન, નિયમિત તાલીમ અને પ્રેરણાના પરિણામે આ દ્વિ-સિદ્ધિ પ્રાપ્ત થઈ છે.આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય શ્રી ચેતનકુમાર ગુજરીયાએ ખેલાડીઓ અને કોચને અભિનંદન પાઠવી જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા, સમગ્ર ટ્રસ્ટીગણ તથા શાળા પરિવારે વિજેતા ટીમ અને કોચને હાર્દિક અભિનંદન પાઠવી આગામી સ્પર્ધાઓમાં પણ આવી જ સફળતા પ્રાપ્ત કરવાની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Related Posts