સમાજ ગુજરાતના તેજસ્વી તારલાનો 39 મો
સન્માન સમારોહ વિશાળ જનમેદની વચ્ચે ગોપનાથ બ્રહમચારી જગ્યાના ગાદીપતિ શિવકુંજ આશ્રમના પૂજ્ય સંતશ્રી સીતારામ બાપુના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમ માં ૮૯૦ જેટલા વિદ્યાર્થિઓ – વિશિષ્ટ વ્યક્તિઓ ને સન્માનિત કરાયા હતા.
આ કાયક્રમની શરૂઆત દિપપ્રાગટય અને પ્રાર્થનાથી કરવામાં આવી હતી.
ધો. ૧૦ -૧૨ થી લઈ ડીગ્રી અને પી.એચ.ડી. સુધીના તમામ વિદ્યાર્થી તેમજ રમતગમતમાં રાષ્ટ્રીય સ્તરે ઝળકતા વ્યક્તિઓ સહિત ૮૯૦ થી વધારે તેજસ્વી ભાઈ બહેનોને પૂ.સીતારામ બાપુ તથા સંતોના હસ્તે સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે સન્માનિત વ્યક્તિઓના પરિચય પુસ્તીકનું વિમોચન કરાયું હતું.
આ પ્રસંગે સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ બારૈયા , જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશોકભાઈ લાધવા , સર્વોતમ ડેરીના અધ્યક્ષ ને ભાજ્યા પ્રદેશ કન્વીનર સહકારીતા સેલ મહેન્દ્રભાઈ પનોત, પૂર્વ મેયરશ્રી સુરેશભાઈ ધાંધલીયા તેમજ સંતગણ પૂ.શ્રી વિશાલબાપુ, પૂ. ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ભગવાનદાસ બાપુ , પૂ.શ્રી કરુણાશંકર દાદા , પૂ. ધ દયારામ બાપૂ શ્રીવિવિધ તાલુકા પંચાયતના સભ્યો સમાજના ઉપપ્રમુખો મંત્રીશ્રી તથા ટ્રસ્ટીઓ -મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે આર્શિવાદ આપતાં પૂ. સીતારામ બાપુએ જણાવેલ કે :-
જીવનમાં હંમેશા સનાતન સંસ્કૃતિના તત્વોને યાદ રાખજો અને માતા- પિતા અને ગુરુજનોના ઋણને ક્યારેય ભૂલશો નહીં. ગમે તેટલી ઉંચાઈ મેળવો પણ સમાજને કદી ભૂલશો નહિ.
સમાજનું રૂણ ચુકવવા તત્પર રહેજો.
આ પ્રસંગે કાયમી દાતા શ્રી ઓધવજીભાઈ પાલે સ્વદેશીનો ઉપયોગ અને હિંદુ સંસ્કૃતિને જાળવવાની પંચવર્તમાન પાળવાની વાત કરી હતી અને સાથે જ ભગવદગીતા હનુમાન ચાલીસાનું પુસ્તક તેમજ તિલકચંદન અને પેનની કીટ તેમણે બધાને ભેટ આપી હતી. અન્ય સન્માનિત રજનીશ જાની- નિલકંઠ જોષી – સ્વરા પંડ્યાએ પ્રતિભાવો રજૂ કર્યા હતા.
મંત્રીશ્રી જે.બી. જાનીએ સ્વાગત પ્રવચન કરેલ
પ્રમુખશ્રી મહેન્દ્રભાઇએ આભાર દર્શન કરેલ.
કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ બારૈયા એ સંભાળેલ હતું.


















Recent Comments