અમરેલી

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે જિલ્લા કક્ષાની શાળાકિય બેઝબોલ સ્પર્ધા

શિક્ષણ સંસ્કાર અને ચારિત્ર્ય નિર્માણના ધામ સમાન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, સાવરકુંડલા ખાતે અમરેલી જિલ્લાના અંડર-14 તથા અંડર-17 તથા અંડર 19 વયજૂથના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની બેઝબોલ સ્પર્ધા ભાઈઓ તથા બહેનો માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ 230 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સ્પર્ધાનું ઉદ્ઘાટન સાવરકુંડલા, લીલીયા વિસ્તારના માનનીય ધારાસભ્ય, તેમજ  ગુજરાત સરકારના બેઝબોલ રમત ના પ્રમુખ શ્રી મહેશભાઈ કસવાલા તથા સંસ્થાના કોઠારી પૂજ્ય અક્ષર મુક્ત દાસજી સ્વામીના વરદ હસ્તે  કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રીએ રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે રમતગમત વિદ્યાર્થીઓમાં શારીરિક સ્ફૂર્તિ, માનસિક મજબૂતાઈ, શિસ્ત, ટીમ ભાવના અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરે છે. તેમણે તમામ ખેલાડીઓને ખેલદિલીથી રમી શ્રેષ્ઠ પ્રદર્શન કરવા શુભેચ્છાઓ પાઠવી હતી સાથે આજના કારગિલ યુદ્ધના વિજય દિવસ પર શહીદો ને ભાવાંજલિ પાઠવી હતી..

સ્પર્ધામાં અમરેલી જિલ્લા રમતગમત અધિકારી અને સિનિયર કોચ પૂનમ મેડમ, અમરેલી પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી અશરફભાઈ કુરેશી સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ અનિરુદ્ધ સિંહ રાઠોડ, ભાજપ અગ્રણી નેતા શ્રી પ્રવિણભાઈ સાવજ, રાજેશભાઈ નાગ્રેચા, પૂર્વ પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી,શિવાંગભાઈ, કે.કે.હાઈ સ્કૂલના આચાર્ય શ્રી ગુજરિયાસાહેબ, એ.કે.ઘેલાણી હાઈ સ્કૂલ ના આચાર્ય શ્રી દિપેશભાઈ પંડ્યા, સંસ્થાના ડાયરેક્ટ શ્રી વ્યાસ સાહેબવિગેરે મહેમાનો હાજર રહ્યા હતા.સ્પર્ધાના સફળ આયોજનમાં ગુરુકુળ શાળાના કોચ શ્રી દીપકભાઈ વાળા તથા શ્રી ઝાલાભાઈએ મહત્વપૂર્ણ માર્ગદર્શન અને સહયોગ આપ્યો હતો.

આજની આ સ્પર્ધા માં અંડર 14,17,19 ભાઈઓ અને બહેનો બંને માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ અંગ્રેજી મિડીયમ શાળા વિજેતા બની હતી જ્યારે રનર અપ તરીકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ની શ્રીમતી એ. કે. ઘેલાણી માધ્યમિક વિધાલય જાહેર થઈ હતી જ્યારે દ્રિતીય વિજેતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય રહી હતી તેમજ અંડર 19 માં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કોમર્સ વિભાગ પ્રથમ ક્રમે વિજેતા જાહેર કરવામાં આવેલ.

..70 મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાનું તમામ આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા ખાતે કરવામાં આવેલ. આ સ્પર્ધા માં ગુરુકુળ શાળાના કોચ તરીકે દીપકભાઈ વાળા, ઝાલા દિગ્વિજય સિંહ તેમજ અમ્પાયર તરીકે સેવા આપનાર ઝાલા ધર્મરાજસિંહ, રાઠોડ વિશ્વરાજ, રાઠોડ હર્ષદસિંહ, ત્રિવેદી નીરજ, ચોડવાડિયા ખુશી અને શ્રુતિબેન દ્વારા કરવામાં આવેલ.આ પ્રસંગે સંસ્થાના વડા શાસ્ત્રી ભગવત પ્રસાદ દાસજી સ્વામી અને સંસ્થાનાં પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા.સંસ્થા ના આચાર્ય શ્રી હરેશભાઈ મહેતા, કમલેશભાઈ ચુડાસમા, કૌશિકભાઈ ગોસ્વામી, વૈશાલીબેન પટેલ અને ગૌરાંગભાઈ મહેતા,શિક્ષકગણ, રમતગમત સાથે જોડાયેલા મહાનુભાવો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ અને શિસ્તબદ્ધ વાતાવરણમાં સંપન્ન થયો હતો.

Related Posts