સાવરકુંડલા ના ગીણીયા ગામ ની સખી મંડળ દૃવારા અન્ય કરતા અનોખું આયોજન કરી સેન્હમિલન સમારંભ યોજાયો. જેમાં નેત્ર નિદાન શિબિર, રાહત દરે ચશ્મા વિતરણ કરાયું.
નેત્રદાન કેમ્પ દાતાશ્રીઓ નું અને દરેક દીકરીઓનો કંકુ પુષ્પ વડે સ્વાગત સન્માન કરાયું .પહેલાને જૂની યાદગીરી રમતગમત રમાઈ, સમૂહ ભોજન,દરેક દીકરીઓને દાન આપવામાં આવ્યું. તેમજ જૂની યાદો ને વાગોળવા નાનપણ મા ગોળા, ટીકડા, ભૂતડો ખાતા તેમ પહેલાંના જમાનામાં જેવી દુકાનમાં જે વસ્તુ રાખતા હોય એ વસ્તુને બધુય ત્યાં ડેકોરેશન મા રાખવાં મા આવી હતી સાથે ગોરમાનો પ્રોગ્રામ હતો.
લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક પ્રેરિત આભાર મિશન અને
લાયન વિઝન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ યોજાયો. જેમાં પ્રમુખ શ્રી ચિરાગ ભાઈ વિરાણી,
કૌતિકભાઈ પટોળીયા સહયોગ અને શ્રી ઘનશ્યામ ભાઈ નનું ભાઈ કોઠિયા, ગીણીયા વાળા પુરતો સહયોગ આપ્યો, જેમાં ગીણીયા ગામ ની તમામ બહેનો ,દીકરીઓ, સાસુ, વહુ, નણંદ, ભોજાઈ, નારી શક્તિ એ સ્નેહમિલન કાર્યક્રમ પહેલો કાર્યક્રમ ને સફળ બનાવવા મા સમસ્ત ગીણીયા ગામની સખી સ્નેહ મિલન તથા શ્રી હરિ સેવા સેતુ જાગૃતિ બેન ડોબરીયા, વિલાસબેન ડોબરીયા, નીતાબેન કોઠીયા, સુમિતાબેન કોઠીયા, જયશ્રીબેન કોઠીયા, સોનલબેન કોઠીયા, ઘનશ્યામભાઈ કોઠીયા, અનિલભાઈ કોઠીયા, હરેશભાઈ રૈયાણી, મનુભાઈ કોઠીયા, જીતુભાઈ કોઠીયા, હર્ષદભાઈ કોઠીયા, રમેશભાઈ દુધાત, ગુણવંતભાઈ ડોબરીયા, ચિરાગભાઈ કોઠીયા સર્વો સહયોગ આપ્યો હતો છેલ્લા ઘણા સમયથી સુરત મા સૌરાષ્ટ મા ગામ, પરિવાર, ની દિકરી ના સેન્હમિલન થાય છે. ગીણીયા ગામ ની નારી શક્તિ એ આ અનોખો પ્રયાસ કરી ને સાથે આરોગ્ય વિષયક જન જાગૃતિ નો કાર્યકમ કરી અન્ય ને પ્રેરક કાર્ય કર્યું છે, સેન્હમિલન મા દોરડા ખેંચ, એક પાત્ર અભિનય,ડોક્ટર , શિક્ષક સાહેબ, અને સંગીત ખુરશી , રેલગાડી, અંતાક્ષરી, ધણી રમતો સખી મંડળ દ્વારા રમ્યા હતા,ચિરાગભાઈ વેકરીયા એ સમગ્ર કાર્ય કર્મ નુ સફળ સંચાલન કરી તમામ ચહેરા મા હાસ્ય થી પ્રભાવિત કર્યા હતા.
ગીણીયા ગામ ની સખી સેન્હમીલન નુ અનોખું આયોજન સાથે નેત્ર નિદાન શિબિર


















Recent Comments