અમરેલી

છેલ્લા છ માસથી નામદાર એડી. જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ, સિહોરના સજા વોરંટના કામે ફરાર આરોપીને પકડી પાડતી પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી

શ્રી આર.વી.અસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જિલ્લાઓમાં
ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીઓ પકડવા ખાસ સુચના આપેલ હોય જે અન્વયે શ્રી સંજય ખરાત સાહેબ
પોલીસ અધિક્ષક,જિ.અમરેલી નાઓ દ્રારા નાસતા ફરતા આરોપી તથા નામદાર કોર્ટ તરફથી આવતા સજા
વોરંટોની બજવણી કરવા અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન તથા સુચના આપેલ હોય તેમજ શ્રી
સી.પી.વાઘેલા પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ
ફર્લો સ્ક્વોર્ડ જિ.અમરેલી નાઓના સીધા સુપરવિઝન હેઠળ પેરોલ ફર્લો ટીમ સજા/પકડ વોરંટમાં ફરાર આરોપી
બાબતે હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નીકલ સોર્સ આધારે હકીકત મેળવી સજા વોરંટના આરોપીને
તા.૦૧/૦૮/૨૦૨૬ ના રોજ હુડકો કવાર્ટર સાવરકુંડલા રોડ અમરેલી તા.જિ.અમરેલી ખાતેથી હસ્તગત આગળની ઘટતી
કાર્યવાહી સારૂ અમરેલી સીટી પો.સ્ટે. ખાતે સોંપી આપેલ છે.

વિગતઃ- આ કામે આરોપી વિરૂદ્ધ નામદાર એડી.ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટ, સિહોરના ફોજદારી કેસ
નં.૫૭/૨૦૨૪ BNSS કલમ-૧૨૫(૩) મુજબનો ભરણપોષણનો કેસ ચાલુ હોય જેમાં નામદાર કોર્ટે દર મહિને
રૂપિયા ૩૦૦૦/- નું ભરણપોષણ મંજુર કરેલ હોય જે રકમ મજકુર આરોપી ભરેલ ન હોય જેથી કોર્ટે સજા વોરંટ
કાઢેલ હોય જે કામે આરોપી સજા વોરંટમાં છેલ્લા છ માસથી ફરાર હોય જેને પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપી:- પ્રકાશભાઇ જેઠાભાઇ ભાટી ઉવ.૩૦ ધંધો. મજુરી રહે.નવા હુડકો કવાર્ટર
સાવરકુંડલા રોડ અમરેલી તા.જિ.અમરેલી

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી:-
આ કામગીરી સી.પી.વાઘેલા પો.ઇન્સ.શ્રી એલ.સી.બી. અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ
એન.જી.સાપરા પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી, અના.એ.એસ.આઇ. અજયભાઇ એમ. સોલંકી તથા
એ.એસ.આઇ ગોવિંદભાઇ નગવાડિયા તથા અના હેઙ કોન્સ સતારભાઇ શેખ રીતેના જોડાયેલ હતા.

Related Posts