દામનગર શહેર માં પ્રધાનમંત્રી આવાસ યોજના માટે વર્ષ ૨૦૧૯ થી લબડતા લાભાર્થી ને તંત્ર ની બેદરકારી એ ટલ્લે ચડાવ્યા પાલિકા તંત્ર ના ઇજનેરે સમયોચિત પ્રધાનમંત્રી આવાસ ની ૧૫૦ જેટલી દરખાસ્તો માં નિયત સમય મર્યાદા માં અભિપ્રાય નહી આપતા પ્રધાનમંત્રી આવાસ યોજના ની નીતિ ઓ અને એજન્સી ઓ બદલાય ગઇ પણ શાસકો ની નિયત ન બદલાય વર્ષ ૨૦૧૯ થી ખૂબ ખર્ચ કરી ઘર ના ઘર ની રાહ જોતા ગરીબ પરિવારો એ પાલિકા ના ઇનવોર્ડ ટપાલ દફતરે નોંધાયેલ ૧૫૦ જેટલા લાભાર્થી ઓમા થી મોટા ભાગ ની દરખાસ્તો નજીવા અને વ્યાજબી કારણો વગર રદ કરાય
જરૂરિયાતમંદ ઘર ના ઘર ના રાહ માં લબડતા લાભાર્થી ઓની દરખાસ્તો સાત વર્ષ સુધી અભિપ્રાય નહી આપતા પ્રધાનમંત્રી આવાસ યોજના ની એજન્સી અને નીતિ બન્ને બદલાયું તેમાં ગરીબ લાભાર્થી ઓનો શું દોષ ? નીસંતાન વ્યક્તિ ને પ્રધાનમંત્રી આવાસ યોજના ન મળે ? વારસાઈ વાળી મિલકત ને પ્રધાનમંત્રી આવાસ યોજના ન મળે ? ભાયું ભાગ સંમતી વાળી મિલકતો માં પ્રધાન મંત્રી આવાસ ન મળે ? દસ્તાવેજ વાળી મિલકતો ને પ્રધાન મંત્રી આવાસ યોજના ન મળે ? છ વર્ષ બાદ મુદત વીતી જતા ઇનવોર્ડ કરેલ દરખાસ્તો પાલિકા તંત્ર એ લાભાર્થી ઓને દાખલા સહિત ના આધાર પુરાવા તાજેતર ના જોડવા કહ્યું લાભાર્થી ઓએ એક સપ્તાહ ની રાજળપાટ પછી જરૂરી દાખલા તાજેતર ના જોડી દરખાસ્તો પરત કરવા જતા જ પાલિકા તંત્ર એ રોન કાઢી હવે દરખાસ્ત ઓન લાઈન કરો જો દરખાસ્ત ઓન લાઇન કરવાની હોય તો ટપાલ દફતરે ઇનવોર્ડ શું કામ કરી ? નિયમ અને એજન્સી બદલાય ત્યાં સુધી છ વર્ષ ઇજનેરે અભિપ્રાય કેમ ન અપાયો ? પાલિકા તંત્ર ની બેદરકારી નો ભોગ ગરીબ લાભાર્થી ને કેમ બનાવાય રહ્યા છે ઘર ના ઘર ની રાહ જોતા જરૂરિયાતમંદ ગરીબ પરિવાર નો શું વાંક ? જિલ્લા કલેક્ટર ગુજરાત સરકાર પ્રાદેશિક કમિશનર સુધી તંત્ર ની બેદરકારી ને રજૂઆતો કરતા લાભાર્થી


















Recent Comments