ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ ભાવનગર
રેન્જના જિલ્લાઓમાં બનતા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા
પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર
કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને
જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી સી.પી.વાઘેલા નાઓની
રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ મિલકત સબંધી આરોપીની સઘન તપાસ દરમ્યાન બાતમી હકિકત
તેમજ ટેકનીકલ સોર્સ આધારે બે ઇસમોને રોકડ, સોના – ચાંદીના દાગીના તથા મોબાઇલ
ફોન તથા મોટર સાયકલો સાથે પકડી પાડી, પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછ પરછ
કરતા ખાંભા તાલુકાના રબારીકા તથા પચપચીયા ગામે રહેણાંક મકાનોમાં ઘરફોડ ચોરી
કરેલની કબુલાત આપતા, ખાંભા પો.સ્ટે.માં રજી. થયેલ ઘરફોડ ચોરીઓના બે અનડીટેકટ
ગુના ડીટેકટ કરવામાં એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ભનુભાઇ જોધાભાઇ જોળીયા, ઉ.વ.૩૨, રહે.પચપચીયા, મફત પ્લોટ વિસ્તાર,
તા.ખાંભા, જિ.અમરેલી.
(૨) પરેશભાઇ કિશોરભાઇ ગોહિલ, ઉ.વ.૩૫, રહે.પચપચીયા, તા.ખાંભા, જિ.અમરેલી હાલ
રહે. ધોકડવા, તા.ગીર ગઢડા, જિ.ગીર સોમનાથ.
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૧) હિંમતભાઇ બાલાભાઇ ગોહિલ, રહે.ભાવનગર, આખલોલ જકાતનાકા, ઇન્દીરાનગર,
જિ.ભાવનગર.
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
રોકડા રૂ.૧,૦૦,૦૦૦/- તથા એક સોનાનો ચેઇન વજન ૧૬.૭૫ ગ્રામ
કિં.રૂ.૨૪,૬૪૧/- તથા સોનાના બટન વજન ૧૦.૪૪ ગ્રામ કિં.રૂ.૧૫,૩૫૯/- તથા એક
ચાંદીનો કંદોરો વજન ૩૧૪ ગ્રામ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા એક વાઇટ મેટલ ધાતુના
છડા જેનું વજન ૧૪૫ ગ્રામ જેની કિં.રૂ.૧,૦૦૦/- તથા એન્ડ્રોઇલ મોબાઇલ ફોન નંગ
- ૨ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા એક કીપેડ વાળો મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦/- તથા એક
હીરો હોન્ડા સીડી ડીલક્ષ મોટર સાયકલ જેના રજી. નં. GJ-06-CN-4693 કિં.રૂ.૧૫,૦૦૦/-
તથા એક હીરો કંપનીનું સ્કુટર જેના રજી. નં. GJ-14-BJ-7323 કિં.રૂ.૧૫,૦૦૦/- મળી કુલ
કિં.રૂ. ૧,૯૧,૫૦૦/- નો મુદ્દામાલ.
પકડાયેલ આરોપીઓએ ગુનાઓની આપેલ કબુલાલની વિગતઃ-
પકડાયેલ ઇસમોની સઘન પુછપરછ કરતાં નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે.
(૧) પકડાયેલ આરોપીઓ તથા પકડવાના બાકી આરોપીઓ સાથે મળીને આજથી
આશરે અઢી મહીના પહેલા ખાંભા તાલુકાના રબારીકા ગામે, ગામની બહાર મોલી
ગામ જવાના રસ્તે રાત્રીના સમયે અલગ અલગ ચાર મકાનોમાંથી સોના –
ચાંદીના અલગ અલગ ઘરેણાઓ તથા રોકડા રૂપિયા તથા વાસણો તથા તેલના
ડબ્બાઓની ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ, જે અંગે ખરાઇ કરતા ખાંભા
પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૬૦૨૧૪/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૩૧(૩),
૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ ગુનો રજી. થયેલ છે.
(૨) પકડાયેલ આરોપી ભનુભાઇ જોધાભાઇ જોળીયા રહે.પચપચીયા વાળાએ ગઇ
તા.૨૧/૦૭/૨૦૨૬ ના રાત્રીના તેના ખાંભા તાલુકાના પચપચીયા ગામે તેના
રહેણાંક મકાનની આગળની શેરીમાં રહેતા ગોરધનભાઇ પ્રાગજીભાઇ પીપલીયાના
રહેણાંક મકાનેથી રોકડા રૂપિયા એક લાખ તથા સોનાનો દારો તથા સોનાના બટન
તથા ચાંદીનો કંદોરો તથા ચાંદીની ઝાંઝરી તથા એક કીપેડ વાળો મોબાઇલની
ચોરી કરેલ હોવાની હકિકત જણાવેલ આવેલ હોય, જે અંગે ખરાઇ કરતા ખાંભા
પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૧૯૩૦૨૭૨૬૦૩૨૩/૨૦૨૬, બી.એન.એસ. કલમ ૩૩૧(૩),
૩૩૧(૪), ૩૦૫(એ) મુજબ ગુનો રજી. થયેલ છે.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ,
ઘનશ્યામભાઇ મકવાણા તથા હેડ કોન્સ. જાહીદભાઇ મકરાણી, દશરથસિંહ સરવૈયા,
તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવારદાસ તથા પો.કોન્સ. શિવરાજભાઇ વાળા,
ભાવિનગીર ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ છે.












Recent Comments