અમરેલી

“વ્યક્તિ ના આયુ કરતા તેના કર્મો વધુ જીવંત રહે છે” સાંજણાવદર શ્રીજાદવબાપા ધામેલિયા પ્રા.શા લોકાર્પણ માં અનેક પદ્મશ્રી ઉપસ્થિત રહેશે

બોટાદ જિલ્લા ના ગઢડા સ્વામીના જગપ્રસિદ્ધ શિવ પાર્વતીજી ની મોજડી ના આવિષ્કારી પૂજ્ય જાદવબાપા ની સ્મૃતિ માં કેળવણી ધામ નિર્માણ કરાયું વ્યક્તિ આયુ કરતા વ્યક્તિ ના કર્મો વધુ જીવંત રહે છે અને એજ એને અમર બનાવે છે પદ્મશ્રી ડો જગદીશભાઈ ત્રિવેદી દ્વારા ગઢડા સ્વામી ના. સાંજણાવદર ગામે ૧૬ મી પ્રાથમિક શાળા નું નિર્માણ થયું તા.૦૮/૦૮/૨૬ ને શનિવારે કેળવણી રત્નો પદ્મ શ્રી મથુરભાઈ સવાણી પદ્મ શ્રી ડો જગદીશભાઈ ત્રિવેદી પદ્મ શ્રી શાહબુદીનભાઇ રાઠોડ સાંસદ પરસોતમભાઈ રૂપાલા સહિત અનેકો મહાનુભવો ની નિશ્રા ભવ્ય શાળા નું લોકાર્પણ થશે આ શાળા જેમના નામે આકૃતિક કરાય તે કોઈ ઓળખ ના મહોતાજ નથી તેવા નિર્દોષ ધાર્મિક  અને માર્મિક ટકોર કરતા મોજડી ના આવિષ્કારી કે જેણે મોટા ભાગ ના કાર્યક્રમો દરેક જીવાત્મા ના કલ્યાણ માટે કર્યા

ટાંચા સાધનો વચ્ચે મુશ્કેલી વેઠીને આખી આખી રાત ગૌશાળા, મંદિર, અવાડા કે ચબુતરા જેવા સેવાના કાર્યો માટે નિસ્વાર્થ ભાવે પોતાની કલા રજુ કરી, ધૂપસળીની જેમ જાતે બળી બીજાને સુગંધ આપનાર જૂની પેઢીના જાજરમાન કલાકાર જાદવજીબાપા ધામેલીયા મોજડીવાળાને લોકો આજે પણ યાદ કરે છે.

જાણીતા હાસ્યકલાકાર અને ઉમદા સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદી દ્વારા જાદવજીબાપાના વતન ગઢડા પાસે આવેલાં સાંજણાવદર ગામમાં જાદવજીબાપાના નામની સરકારી પ્રાથમિક શાળા બનાવી આપવામાં આવી છે તો એ શાળાના ઉદઘાટન અનેક કેળવણી રત્નો પદ્મ શ્રી ઓ પધારી ભવ્ય શાળા નું લોકાર્પણ કરશે એક સાહિત્યકાર ડૉ જગદીશભાઈ ત્રિવેદી એ પોતા ની આવડત આધારે કેળવણી અભિયાન ઉપાડ્યું બીજા કલાકાર ને સ્મૃતિ રૂપે કાયમી જીવંત રહે તેવા ઉમદા અભિગમ ને વંદન પૈસા આપી ને અમર થવું ખૂબ અશક્ય છે સદવિચાર ને ક્રિયાશીલ બનાવતા ડો જગદીશભાઈ ત્રિવેદી ની ઉદત ભાવના અને કેળવણી પ્રેમ ને વારંવાર મનવંદન 

Related Posts