અમરેલી

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે “નશામુક્ત ભારત શપથ”નું આયોજન થયું

અમરેલી: આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશના યુવાનોને  નશાના દુષણથી મુક્ત કરવા માટે નશામુક્ત ભારત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેને અનુલક્ષીને કે. કે. પારેખ કોમર્સ કોલેજ, અમરેલી ખાતે આજરોજ “નશામુક્ત ભારત શપથ” ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. કોલેજમાં અભ્યાસ કરતા તમામ  વિધાર્થીઓએ તથા કોલેજના તમામ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓએ “નશામુક્ત ભારત શપથ” અંતર્ગત નશામુક્તીના શપથ લીધા હતા.

આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સુચારૂ સંચાલન કોલેજના એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. બી. ગોરવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના સીનીયર પ્રાધ્યાપક પ્રો. જે. એમ. તળાવીયા દ્વારા નશામુક્તીના શપથ લેવડાવવામાં આવ્યા હતા. કાર્યક્રમને સુપેરે પાર પાડવા માટે એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. એ. જી. પટેલ, અને સમગ્ર ટીમે પ્રશંસનીય જહેમત ઉઠાવી હતી.

આ આયોજન બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ અને સર્વોત્તમ શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા શ્રી વસંતભાઈ ગજેરા, મંત્રી શ્રી મનસુખભાઈ ધાનાણી, શ્રી ચતુરભાઈ ખુંટ, અમરેલી જિલ્લા વિદ્યાસભાના નિયામક ડો. અતુલભાઇ પટેલ તેમજ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ભારતીબેન ફીણવીયાએ સમગ્ર કોલેજ પરિવાર અને વિદ્યાર્થીઓને હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

Related Posts