ભાવનગર

શ્રી તલાજા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ પ્રગતિ મંડળ આયોજિત ૧૬મો તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સન્માન સમારોહ

શ્રી તલાજા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ પ્રગતિ મંડળ આયોજિત ૧૬મો તેજસ્વી વિદ્યાર્થીઓનો ઈનામ વિતરણ સન્માન સમારોહ અને જ્ઞાતિ બંધુઓનું સ્નેહ મિલન સમારંભ તા.૯ રવિવારે વારાહી મંદિર તળાજા ખાતે મળ્યું હતું.

 આ પ્રસંગે આમંત્રિત સંતો,મહંતો અને કથાકારોની વિશેષ ઉપસ્થિતિમાં દીપનું પ્રાગટ્ય કરી સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો.

તેમજ શિવ સ્તુતિ બાદ સમારંભના પ્રમુખની વરણી કરવામાં આવી હતી. અને સંતો,મહંતો,કથાકારો તેમજ દાતાઓનું ફુલહાર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં સૌ પ્રથમ ધો. ધો. ૧ થી ૫ ત્યારબાદ ધો. ૬ થી ૮ તેમજ ૯ થી ૧૨ તેમજ ઊચ્ચ ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ અને છેલ્લે માર્કશીટ આપેલ તમામ વિદ્યાર્થીઓ ,બાલ મંદિરના તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા. કુલ ૧૪૦ ભૂકાઓને ઈનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમ પ્રમૂખ શ્રીની યાદીમાં જણાવાયું છે.

Related Posts