અમરેલી

સાંસદ ભરત સુતરીયાના અધ્યક્ષ અમરેલી શહેરમાં મહા સફાઈ અભિયાન યોજાયું

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા આજે તા. ૦૯ ઓગસ્ટ૨૦૨૬ના રોજ અમરેલી શહેરના બસ સ્ટેન્ડ રોડ વિસ્તારમાં મહા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાંસદશ્રી ભરતભાઈ સુતરીયા અને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈશાલી બહેન સંદિપભાઈ માંગરોળીયાએ શ્રમદાન કરી અને શહેરને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો હતો.

અમરેલી શહેરને સ્વચ્છસુંદર અને સ્વચ્છતા અંગે જન-જાગૃતિ ધરાવતું શહેર બનાવવાના હેતુથી યોજાયેલા આ અભિયાન દરમિયાન બસ સ્ટેન્ડ રોડ તથા આસપાસના વિસ્તારોમાં સઘન સફાઈ કામગીરી કરવામાં આવી હતી. રોડની આસપાસ એકત્રિત થયેલા કચરાગંદકી તેમજ અન્ય કચરાનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે નાગરિકોને પોતાના આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાજાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. મહા સફાઈ અભિયાન થકી સ્વચ્છતા એ સૌની જવાબદારીનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં અગ્રણીશ્રી અતુલભાઈ કાનાણીચીફ ઓફિસરશ્રી વી.સી. રાઠોડનગરપાલિકાના સભ્યશ્રીઓઅધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી સફાઈ અભિયાનમાં સહભાગી બન્યા હતા.

પ્રિ-ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણીના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાસુંદરતા અને જન-જાગૃતિને પ્રાધાન્ય આપી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Related Posts