ભાવનગર

તળાજા તાલુકા કક્ષાનો વિશ્વ સિંહ દિવસ મણાર ખાતે ઉજવવામાં આવ્યો 

આજરોજ તળાજાના મણાર પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાના વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં જિલ્લા પંચાયત સદસ્ય,તાલુકા પંચાયત સદસ્ય,સરપંચ તેમજ ગ્રામપંચાયતના સદસ્યો,RFO શ્રી તેમજ વનવિભાગ,BRC Co.તેમજ Crc Co,તાલુકા કોઓર્ડિનેટર,ગ્રામજનો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો.તાલુકા કોઓર્ડિનેટર દીપકભાઈ મોભ દ્વાર સિંહ ના સંઘર્ષ અને સહ અસ્તિત્વ વિશે માહિતી પૂરી પાડી હતી.બાળકોએ રેલી યોજી સિંહ દિવસના નારા લગાવ્યા હતા.આમ, સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક પૂરો થયો હતો.કાર્યક્રમના અંતે વન વિભાગ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનો અને સમગ્ર શાળા પરિવારને નાસ્તો કરાવી આભાર દર્શન પૂરું પાડ્યું હતું.

Related Posts