અમરેલી

દામનગર શ્રી અનસૂયા નિઃશુલ્ક પ્રસાદ ઘર ની મુલાકાતે ઇન્ટરનેશન NGO સાકાર ટ્રસ્ટ ના મહાનુભવો પધારતા ભવ્ય સત્કાર

દામનગર શહેર માં શ્રી વૈજનાથ મહાદેવ અન્નક્ષેત્ર શ્રી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ સંચાલિત શ્રી અનસૂયા પ્રસાદ ઘર ની મુલાકાતે અમેરિકા ના ફ્લોરિડા સ્થિત વતન પ્રેમી હિતેનભાઇ અને માજી નગર પતિ સુરેશચંદ્ર મહેતા પધારતા સમસ્ત અનસૂયા પરિવાર દ્વારા બન્ને મહાનુભવો ની ઉષ્મા ભર્યું સ્વાગત સત્કાર કરાયો હતો અત્રે ઉલ્લેખનીય દામનગર ના પુત્રીરત્ન સ્વ સુશીલાબેન પી હકાણી ના પુત્ર રત્ન હિતેન ભુતા ઇન્ટરનેશનલ એન જી ઓ સાકાર ફાઉન્ડેશન ના મોભી અને મોટીવેશલન સ્પીકર છે અને માજી નગર પતિ સુરેશચંદ્ર મહેતા ઉદારદાતા રત્ન એ માદરે વતન માં ચાલતા નિઃશુલ્ક અન્ન સેવા અતિથિ અભ્યાગતો નિરાધારો લાચાર અંધ અપંગ વ્યક્તિ ઓને નિયમિત દૈનિક બપોરે વિના મૂલ્યે સાત્વિક ભોજન પ્રસાદ સેવા ના પ્રત્યક્ષ દર્શિ બની ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો શ્રી અનસૂયા પરિવાર ની સેવા સમર્પણ સાત્વિકતા સમય બધ્ધતાં અંગે અવગત કરતા ભગવાનભાઈ નારોલા ભરતભાઈ ભટ્ટ અમરશીભાઈ નારોલા નટુભાઈ ભાતિયા ધીરુભાઈ નારોલા ગોપાલભાઈ ચુડાસમા વિપુલભાઈ નારોલા સુરેશભાઈ મકવાણા રાજુભાઈ પરમાર ધીરુભાઈ સોલંકી કૌશિકભાઈ બોરીચા ચિરાગભાઈ સોલંકી ચિરાગભાઈ જોશી હરેશભાઈ વ્યાસ સંજયભાઈ તન્ના મહેશભાઈ ચૌહાણ સહિત ના સ્વયંમ સેવકો ની સમય બધ્ધતા અને અનેક વિશેષતા જાણી તે અંગે પ્રસન્નતા સાથે 

ખુશી વ્યક્ત કરી સાત્વિક નિયમિત ભોજન પ્રસાદ મેળવતા લાભાર્થી ઓ સાથે સંવાદ કર્યો હતો પ્રસન્નતા અને સંતોષ ભાવ પ્રગટ કરતા લાભાર્થી અને સ્વયંમ સેવકો અને ઉદાર દિલ દાતા ઓનાં સુંદર સંકલન થી અદભૂત સેવા ને અવિરત રાખવા આર્થિક સહયોગ ની ખાત્રી આપી અનસૂયા ક્ષુધા ટ્રસ્ટ પરિવાર નો ઉત્સાહ વધાર્યો હતો 

Related Posts