સુરત ની ખૂબ સુરતી એટલે અનેક અનેક સેવા સંસ્થાનો ની સેવા થી જાણીતું છે તેમાંય પરમાર્થ ટ્રસ્ટ સુરત એટલે. સુરત ની ખૂબ સુરતી માં વધારો કરતી બેનમુન સેવા ભિક્ષુક મુક્ત સુરત ની સેવા ના શ્રેય દેવો હોય તો આશીર્વાદ માનવ સેવા ને આપવો પડે પરમાર્થ ટ્રસ્ટ સંચાલિત પરમાર્થ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર વાવ કામરેજ સુરત માં આખા ભારત માંથી આવા પ્રજ્ઞાચક્ષુ માટે નિઃશુલ્ક હોસ્ટેલ કરવામાં આવી છે અને અંધજન ને રોજગારી જોબ અપાવવામાં આવે છે સંપૂર્ણ અંધજન
લોકો ને પગભર કરવાનો અનોખો પ્રયાસ કરતા પરમાર્થ ટ્રસ્ટ સંભાળતા મૂળ સૌરાષ્ટ્ર ના સુરેન્દ્રનગર ના તન્ના નિવૃત શિક્ષક અંધ દંપતી ને દીકરા નથી તો આવા ૧૧૦૮ દીકરા ને દાતા ના સહયોગ ફ્રી રાખવા એવો સંકલ્પ કરેલો છે અને સુરત ને ભૂમિ બનાવી નિવૃતિ પછી ની ઉતમ પ્રવૃતિ કરી અંધજનો ના જીવન ને ઉજાસ આપવા ના માનવતા વાદી અભિગમ સાથે સુરત આવેલ આ દંપતી નો ભેટો ભરતભાઈ માંગુકિયા પરમાર્થ ટ્રસ્ટ ના મોભી સાથે થયો ઇશ્વરે યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ નો સંપર્ક કરાવે જ આવા સંયોગ થી વાત કરતા પરમાર્થ ટ્રસ્ટ દ્વારા આ અંધજન ની વાત અને ઉત્સાહ જોઈ ખૂબ રાજી થયા અને જરૂરી મદદ કરવાની ઈચ્છા દર્શાવી હતી
ગુજરાત માં અભ્યાસ કરવા માટે ઘણી સ્કુલો હોસ્ટેલો છે પણ નોકરી ધંધો રોજગાર કરવા માટે મોટા શહેરો ઉપનગરો માં રેવા ની કોઈ વ્યવસ્થા નથી આ દંપતી અને પરમાર્થ ટ્રસ્ટ ને વિચાર આવ્યો કે શહેરો માં આવા પ્રજ્ઞાચક્ષુ ભાઈ માટે નિઃશુલ્ક રેવા જમવાની જો વ્યવસ્થા કરીયે એતો અંધજનો ને રોજગારી મળે અને ઉન્નત મસ્તક ગૌરવ ભેર સ્વમાન ભેર જીવન જીવી શકે આવા ઉમદા વિચારો એ પરમાર્થ ટ્રસ્ટ સુરતે પરમાર્થ પ્રજ્ઞાચક્ષુ કેન્દ્ર નો પ્રારંભ કર્યો જોત જોતા માં પ્રજ્ઞાચક્ષુ ભાઈ બહેનો ની સંખ્યા સાથે રોજગારી પણ મળવા લાગી અને અંધજનો નો અદમ્ય ઉત્સાહ અને સ્વમાની સ્વભાવે રંગ લાવ્યો જેને કામ કરવું છે તેને બહાના જડતા નથી જેને કામ નથી કરવું તેને અનેક બહાના મળે છે આ સંસ્થાન એક પ્રજ્ઞાચક્ષુ એ સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે “હમ ઉન્નતી કી આશ રખતે હૈ ઠોકરે મે ભી સર પે તાજ રખતે હૈ હમ મુઠી મે આજ રખતે હૈ” ખૂબ આત્મ સંતોષ અને સ્વમાન ભેર જીવન માટે કુદરતે ભલે દ્રષ્ટિ નથી આપી પણ અમોધ શક્તિ ચીવટ અને કામ કરવાની લગની ધગશ આપી છે જીવન નિર્વાહ માટે પર્યાપ્ત છે પરમાર્થ ટ્રસ્ટ ના ભરતભાઈ માંગુકિયા એ જણાવ્યું હતું કે આવા અંધજનો ને અંધ સમજી કોઈ મદદ ના નામે ખાટું ખીરું કે અખાદ્ય બિન ઉપયોગી વસ્તુ આપે ત્યારે આ અંધજનો જોઈ નથી શકતા પણ મહેસૂસ કરી શકે છે તેમાં થી ઉદભવે છે કે સ્વમાન ભેર જીવન અને ઉન્નત થવા ના ઉપાયો આવી વ્યક્તિ ઓને રોજગારી આપતા ઉદ્યોગ ગૃહો ને પણ ખૂબ સંતોષ છે આવા અંધજનો ચીવટ ખંત અને કરકસર યુક્ત દરેક કામ કરે છે એજ તેમની નિષ્ઠા પ્રમાણિકતા છે સ્વમાન ભેર જીવન માટે ના ઉમદા પ્રયાસ ને પ્લેટ ફોમ પૂરું પાડતી પરમાર્થ ટ્રસ્ટ સુરત સંસ્થાન ને વારંવાર વંદન

















Recent Comments