ગુજરાત

જીવન ની આશ ગુમાવી બેઠેલા ૧૪૦ પીડિત પરિજનો માં પ્રકાશ ફેલાવતા પ્રકાશ ગાંધી ઓશિયા જેમ્સ ના શ્રીમતિ મીનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી દંપતી

મુંબઈ અનુમોદના વંદન સમયની વહેતી ધારામાં જેણે સેવાનો ભેખ લીધો છે, લક્ષ્મીનો સાચો સદુપયોગ, આ પરિવારે કરી દેખાડયો છે. મિનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી પરિવાર ઓશિયા જેમ્સ પરિવાર ૧૪૦ પરિવારોના આંસુ લૂછવા કિડની અને કેન્સરની પીડાતા અનેક પરિવારો ની પીડા માં આશા નો દીપ જલાવ્યો પરોપકાર ના કોઈ ભાવ પ્રગટ કર્યા વગર શ્રીમતી પ્રકાશભાઈ ગાંધી દંપતી એ કીટ કે દવા વિતરણ કર્યું કે જેઓ હિંમત હારી બેઠા છે તેવા પીડિત પરિજનો માટે પ્રેમ અને આશા વહેંચી છે ધન્ય છે મિનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી પરિવારને, ધન્ય છે ઓશિયા જેમ્સ પરિવારની આ પરોપકારી ભાવના ને નિરાધારના ઘરમાં ખુશીઓ લાવી સાચી પરમાત્માની ભક્તિ કીધી છે.સેવા ની ધુની ધખાવી બેઠેલા ગાંધી દંપતી શ્રી મતિ મીનાક્ષીબેન પ્રકાશચંદ્ર ગાંધી પરિવાર વિચારો થી ઉન્નત છે શ્રેય માર્ગે ચાલવાની ઉદત પ્રેરણા મળે તેવા ગાંધી પરિવાર ના પુત્ર રત્નો સહિત પરિજનો એ આ કાર્યક્રમ માં હાજરી આપી હતી જીવદયા ક્ષેત્ર વિશિષ્ટ યોગદાન સદા અગ્રેસર પ્રકાશભાઈ ગાંધી એ પીડિત પરિવારો માટે સુંદર સંદેશ આપતા જણાવ્યું હતું કે માનવતા આ દુનિયા માં હજુ મરી પરવારી નથી સેવા ની સરવાણી વહી રહી છે તેથી જ હજુ દુનિયા જીવવા જેવી છે પીડિતો ની મદદ સાથે હતાશા દૂર કરતા સંદેશ માં જણાવ્યું કે પૂણ્યનું પલ્લું નમી. જવા ના કારણે જ દુનિયા ટકી રહી છે સો સિદ્ધાંતો કરતા એક સ્તકર્મ સારું ની શીખ આપી હતી હતાશા ની ગર્તા ના ગરકાવ બેઠેલા પીડિત પરિજનો માં ઉત્સાહ પ્રેરક મદદ કરતા ગાંધી દંપતી ની સર્વત્ર સરાહના કરાય હતી

Related Posts