અમરેલી

ગુજરાતમાં ઓનલાઈન ડિલિવરી કંપની (Zomato) દ્વારા રાઈડર્સનું આર્થિક શોષણ અને કંપનીની ખુલ્લી ધમકીઓ બાબત; હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સમક્ષ ઉગ્ર રજૂઆત

આજના ડિજિટલ યુગમાં ક્વિક કોમર્સ અને ફૂડ ડિલિવરી આપતી કંપનીઓ ગ્રાહકોને મિનિટોમાં સેવા પૂરી પાડે છે, પરંતુ આ સેવા પાછળ દિવસ-રાત જોતરાયેલા હજારો ડિલિવરી રાઈડર્સ અને ગીગ વર્કર્સનું અમાનવીય શોષણ થઈ રહ્યું છે. આ ગંભીર બાબતને ધ્યાને લઈને ‘હ્યુમન રાઇટ્સ ફેડરેશન’ સંસ્થા દ્વારા ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીને સત્તાવાર રીતે લેખિત રજૂઆત કરવામાં આવી છે.

​સંસ્થા દ્વારા કરવામાં આવેલી તપાસ અને રાઈડર્સ દ્વારા આપવામાં આવેલા જીવતા જાગતા પુરાવાઓ મુજબ આ કંપનીઓની દાદાગીરી અને તાનાશાહીની હદ વટાઈ ગઈ છે:

  • અપૂરતું અને હાસ્યાસ્પદ પેમેન્ટ માળખું: રાઈડર્સ પાસે ૧૨ કિમી જેટલું લાંબું અંતર કઢાવવામાં આવે અને ૩૦ મિનિટથી વધુ સમય લેવા છતાં માત્ર ૮૩ રૂપિયા જેવું નહિવત વળતર આપવામાં આવે છે.
  • બંધ હોટલ કે કેન્સલ ઓર્ડર પર અન્યાય: રાઈડર ૧૨ કિમી સફર ખેડીને રેસ્ટોરન્ટ પર પહોંચે અને જો ઓર્ડર કેન્સલ થાય કે હોટલ બંધ નીકળે, તો પેટ્રોલ અને સમય બગડવા છતાં માત્ર ૬૧ રૂપિયા આપીને શ્રમિકોની મજાક ઉડાવવામાં આવે છે.
  • કંપનીની ખુલ્લી ધમકીઓ અને દાદાગીરી: જો રાઈડર રેસ્ટોરન્ટ બંધ હોવાનો ફોટો મોકલે, તો કંપની દ્વારા સહાનુભૂતિ આપવાના બદલે ઊલટાની ધમકી આપવામાં આવે છે કે “જો રેસ્ટોરન્ટ ખુલ્લું હશે તો તમારી આઈડી (ID) બ્લોક/બંધ કરી દેવામાં આવશે.” ગરીબ કામદારોને ડરાવીને તેમનું શોષણ કરવાની આતિશય નીચ સવંચના છે.
  • અમાનવીય કામના કલાકો: ૧૨ થી ૧૪ કલાકની સખત મજૂરી છતાં શ્રમિકોના હાથમાં પૂરતી કમાણી આવતી નથી, જે આધુનિક ગુલામી સમાન છે.

​હ્યુમન રાઇટ્સ ફેડરેશન દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરે, આ કંપનીઓની મનમાની અને ધમકીભર્યા વલણ સામે કડક તપાસ કરે તથા ગીગ વર્કર્સના અધિકારોના રક્ષણ માટે કડક નીતિ બનાવે. જો શ્રમિકોને ન્યાય નહીં મળે તો સંસ્થા દ્વારા આગામી દિવસોમાં ઉગ્ર લડત ચલાવવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

જાહેર હિતમાં જારી કરનાર:

Related Posts