ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના ઉપક્રમે 14માં અભ્યાસક્રમ ભવન નું ઉદ્ઘાટન ગુજરાતની તમામ યુનિવર્સિટીઓમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ જે વિષય સાથે સંલગ્ન બને છે તે સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય વિશે એક અલાયદુંભવન ભાવનગર યુનિવર્સિટીમાં પ્રારંભ ભાયુ છે. દેશ ના 80 માં સ્વાતંત્ર પર્વ ની ઉજવણી સાથે યુનિવર્સિટીના સેનેટ ભવનમાં વાઈસ ચાન્સેલર અધ્યાપક ડોક્ટર શ્રી રામાનુજ સાહેબની અધ્યક્ષતામાં યોજાયેલ ઉદઘાટન સમારોહ માં સમાજ કાર્ય સાથે જોડાનાર 50 થી વધુ વિદ્યાર્થીઓ ને પ્રવેશ આપી સ્વાગત કરાયું હતું.આ પ્રસંગે સમાજ કાર્ય સાથે 40 વર્ષથી જોડાયેલ.ડોક્ટર નાનકભાઈ ભટ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સમાજ કાર્ય ની અનિવાર્યતા થી વાકેફ કરાયા હતા પ્રશ્નના ઉકેલ તરીકે સમાજશાસ્ત્ર અને સમાજ કાર્ય પ્રવૃત્ રહે છે ત્યારે તેમાંથી જ યુવા પેઢીનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર થશે તે બાબતે વેર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટીક શ્રી નાનકભાઈ ભટ્ટે વિવિધ ઉદાહરણો આપ્યા હતા.
આ પ્રસંગે માનનીય કુલપતિ શ્રી એ શિક્ષણમાં મૂલ્યની અનિવાર્યતા અને તાલીમ દ્વારા વિકસતા જીવન અંગે વિદ્યાર્થીઓને બોધ આપેલ આ પ્રસંગે યુનિવર્સિટીના રજીસ્ટ્રાર શ્રી ડોક્ટર પંડ્યા એ ઉપસ્થિતિ દાખવી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા તથા ભાવનગરની સામાજિક સંસ્થાઓ સાથે રહીને વિદ્યાર્થીઓ પોતાનું ઘડતર કરે તેવી શુભકામના વ્યક્ત કરી હતી સવિશેષ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ નો આભાર વ્યક્ત કરતા ભાવનગરની સેવામય ઓળખાણને આધાર મળ્યા ની નોંધ લીધી હતી.યુનિવર્સિટી પ્રાંગડમાં યોજાયેલ સમગ્ર કાર્યક્રમ ચાવડા સાહેબના માર્ગદર્શનમાં યોજાયો હતો..













Recent Comments