ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ, ભાવનગર વિભાગ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લામાં બનતા
મિલ્કત સબંધીત ગુમના બનાવમાં ત્વરિતપણે પગલાં લઇ ગુમ થયેલ મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવાં ’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ સાર્થક
કરવાં સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ નાઓએ જિલ્લાના જુદા જુદા પો.સ્ટે વિસ્તારમાં
લોક ભાગીદારીથી લગાડેલ CCTV કેમેરાઓની મદદથી ચોરી, વાહન અકસ્માત જેવાં બનાવો બને ત્યારે CCTV કેમેરાના ફુટેઝ ચેક કરી આવા
બનાવો ઉકેલી નાગરીકોને મદદરૂપ થવાં સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
ગઇ તા.૧૫/૦૮/૨૦૨૬ ના રોજ અરજદાર અજીજભાઇ સિરાજભાઇ મલ્લીક રહે.રાજુલા વોરાવાડ તા.રાજુલા વાળા જેઓ
બંગાળી કારીગર હોય અને તેઓ રાજુલાના વેપારીઓને મજુરીથી સોના ચાંદીના દાગીના બનાવી આપતા હોય જે પૈકી રાજુલાના એક વેપારીએ
અરજદારને સોનાની બુટી નંગ-૦૨ બનાવવા ઓર્ડર આપેલ હોય જે સોનાની બુટી તૈયાર થઇ જતાં અરજદાર વેપારીને ડીલીવરી કરવાં માટે
તેઓની દુકાને જતા હતા તે દરમ્યાન અરજદારના ખિસ્સામાંથી સોનાની બુટી નંગ-૦૨ ભરેલ નાનુ બોકસ રાખેલ તે બોકસ કયાંક પડી ગયેલ
હતુ. અને તેઓએ તેમની રીતે શોધતા મળેલ ન હોય જેથી તેઓએ રાજુલા પોલીસને જાણ કરેલ અને કહેલ કે, સાહેબ હું નાનો
માણસ છુ અને મારાથી સોનાની બુટી નંગ-૦૨ મુકેલ નાનુ બોકસ પડી ગયેલ છે અને તેની કિંમત રૂ.૨,૧૦,૦૦૦/- છે તે શોધી આપો. નહીં
મળે તો આ પૈસા મારે ભરપાઇ કરવાં પડશે.
જે અનુસંધાને રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબના માર્ગદર્શન હેઠળ રાજુલા પો.સ્ટે.ના
પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન નીચે રાજુલા પોલીસ સ્ટાફને બનાવ સમયના CCTV ચેક કરવાં અને
અરજદારના ખોવાયેલ સોનાના દાગીના પરત અપાવવાં માર્ગદર્શન આપેલ હોય, જે આધારે રાજુલા ટાઉન બીટ ઇન્ચાર્જ બી.એમ.વાળા તથા
પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પોલીસ સ્ટાફે રાજુલા ટાઉન વિસ્તારમાં જઇ પુછપુરછ કરી અલગ અલગ જગ્યાના
સી.સી.ટી.વી ફુટેઝ તેમજ હ્યુમન સ્ત્રોત ઉભા કરી માહિતી મેળવતા એક અજાણી ભિક્ષુક મહીલા આ પડી ગયેલ દાગીના નીચે નમીને લેતી
જણાઇ આવેલ. જેથી રાજુલા શહેરમાં ભિક્ષાવૃતિ કરતાં લોકોને અજાણી ભિક્ષુક મહીલા બાબતે પુછપુરછ કરતાં જણાઇ આવેલ કે, આ અજાણી
ભિક્ષુક મહીલા રાજુલા વિસ્તારમાં રહેતી નથી અને રાજુલામાં પહેલીવાર આવેલ છે. તેમ જણાવતા હોય જેથી હ્યુમન સ્ત્રોત ઉભા કરી તે
અજાણી ભિક્ષુક મહીલાને રાજુલા ગ્રામ્ય વિસ્તારમાંથી શોધી મહીલાની પુછપુરછ કરતાં તેઓએ જણાવેલ કે, તેઓને એક બુટી ભરેલ
નાનુ બોકસ મળેલ છે પરંતુ તેઓને આ બુટી સાચી છે કે ખોટી તેની ખબર નથી પરંતુ તેને બોકસ રસ્તામાં પડેલ
મળેલ હોવાથી પોતાની પાસે રાખેલ હોવાનું જણાવેલ. જેથી બોકસમાં રહેલ સોનાની બુટી નંગ-૦૨ કિ.રૂ.૨,૧૦,૦૦૦/-
અજીજભાઇ સિરાજભાઇની હોવાની ખરાઇ કરી મુળ માલીકને પરત સોંપી ’’તેરા તુજકો અર્પણ’’ સુત્રને સાર્થક કરવામાં આવેલ છે.
આમ રાજુલા પો.સ્ટે.ના જુદા જુદા વિસ્તારમાં લોક ભાગીદારીથી લગાડેલ CCTV કેમેરાઓની મદદ તેમજ હ્યુમન સ્ત્રોત આધારે
અરજદાર અજીજભાઇનું સોનાની બુટી નંગ-૨ ભરેલ નાનુ બોકસ પરત શોધી આપી, પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરેલ
હોય, અરજદાર અજીજભાઇ સિરાજભાઇએ રાજુલા પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ
સ્ટેશનના ટાઉન બીટ ઇન્ચાર્જ ભરતભાઇ મુહાભાઇ વાળા તથા હેઙ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા, તથા
હેઙ.કોન્સ પ્રકાશભાઇ શામજીભાઇ બાબરીયા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ લાભુભાઇ
વાઘેલા દ્રારા કરવામાં આવેલ છે.
’’ તેરા તુજકો અર્પણ ’’ કાર્યક્રમ અંતર્ગત અરજદારના રાજુલા ટાઉન વિસ્તારમાં ખોવાયેલ સોનાના દાગીના કિ. રૂ. ૨,૧૦,૦૦૦/- ની CCTV કેમેરાથી શોધી મુળ માલીકને પરત અપાવતી રાજુલા પોલીસ ટીમ













Recent Comments