તળાજા તાલુકાના ટીમાણા ગામથી સોમનાથ અને સોમનાથ થી દ્વારકા સુધીના ભવ્ય પગપાળા સંઘનું આયોજન વર્ષ 2001 થી દર વર્ષે નિરંતર કરવામાં આવે છે.
આ ટીમાણાથી દ્વારકા સુધી પગપાળા યાત્રા દરમ્યાન બગદાણા, તુલસી શ્યામ, દ્રોણેશ્વર, તપકેશ્વર, ઘાટવડ, જમજીર ( શ્રી કૃષ્ણ જન્મ સ્થળ ), પ્રાચી, સોમનાથ, ભાલકા તીર્થ, માધવપુર, પોરબંદર, સુદામાપુરી, હરસિધ્ધિ માતા મંદિર, મૂળ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવ, બેટ દ્વારકા, રૂક્ષ્મણી મંદિર, દ્વારકા જેટલા પવિત્ર સ્થળો આવે છે.
આ પવિત્ર સંઘમાં દર વર્ષે કુલ 50 કરતા વધારે શ્રદ્ધાળુ ઉત્સાહભેર જોડાય છે. તેમજ આ વર્ષે કુલ 75 જેટલા શ્રદ્ધાળુ યાત્રિકો ઉત્સાહભેર જોડાયા છે. યાત્રા દરમિયાન તમામ પદયાત્રીઓ માટે ચા-નાસ્તો, બે ટાઈમનું શુદ્ધ ભોજન તથા રહેવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવે છે. આ સંઘના સૌ પદયાત્રીઓ ખૂબ જ આત્મસંતોષ અને ભક્તિભાવથી 12 દિવસ ચાલી યાત્રા પૂર્ણ કરી શ્રી દ્વારકાધીશના મનોહર દર્શનનો લાભ લે છે.













Recent Comments