ગુજરાત

સુરત આદિનાથ દિગંબર જૈન યુવા મંડળ દ્વારા આયોજિત રક્ત શિબિરમાં ૧૦૨ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું

સુરત રાષ્ટ્રીય પર્વ નિમિત્તે શ્રી આદિનાથ દિગંબર જૈન યુવા મંડળ દ્વારા આયોજિત રક્ત શિબિરમાં ૧૦૨ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કિરણ હોસ્પિટલ બ્લડ બેંક અને સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક ના મુખ્ય યોગદાન થી આ રક્ત શિબિરમાં મુખ્યત્વે છાયડા છાત્રાલયના વડા ભરતભાઈ શાહ અને કિરણ હોસ્પિટલના વડા ડૉ. મુકેશ પટેલ, આશીર્વાદ માનવમંદિર સુરત જયરામભાઈ ભગત રાજેન્દ્રભાઈ સોની અને સુરતના ગ્રીન આર્મીના સૈનિક મનસુખભાઈ દિનેશભાઈ સુતરીયા હાજર રહ્યા હતા. સુરત દિગંબર જૈન સમુદાયના તમામ આગેવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.આ રક્ત શિબિરના મુખ્ય આયોજકો મોહિની દેવી લક્ષ્મી નારાયણ જી સંજય કુમાર જી કાલા પરિવાર ધોડ વાલે હતા, જેમણે આ સતત ત્રીજા રક્ત શિબિરના આયોજનમાં સહયોગ આપ્યો હતો.

Related Posts